– વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી ભાવિનાને અભિનંદન પાઠવ્યા
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 નો 9મો દિવસ પણ ભારત માટે શાનદાર સાબિત થયો છે. ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે જ તેણે ફરી એક વાર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરી ભાવિનાને અભિનંદન પાઠવ્યા છે.
- Advertisement -
કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. ત્યારે ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેણે ફાઈનલમાં નાઈજિરિયન ખેલાડીને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવિના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ભાવિનાએ ગત વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
The remarkable @BhavinaOfficial gives us one more occasion to be proud! She wins the prestigious Gold medal in Para Table Tennis, her first CWG medal. I hope her achievements motivate India's youth to pursue Table Tennis. I wish Bhavina the very best for her upcoming endeavours. pic.twitter.com/21hb8G6HEn
— Narendra Modi (@narendramodi) August 7, 2022
- Advertisement -
શનિવારના રોજ ભારતના ખાતામાં કુસ્તીથી લઈને એથ્લેટિક્સ અને લૉન બોલમાં કુલ 14 મેડલ આવ્યા છે. બોક્સિંગ, ટેબલ ટેનિસ, ક્રિકેટ અને હોકીમાં ભારતના ઘણા મેડલની મહોર મારી હતી. નવમા દિવસના અંતે, ભારતે કુલ 40 ગોલ્ડ સાથે પાંચમા સ્થાને પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.