મુખ્યમંત્રી કરશે અંતિમ દર્શન, ગઢડાના ઘેલા કાંઠે થશે અંતિમ સંસ્કાર
સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)નો પાયો નાખનાર તપસ્વી સંત એવા પુરાણી સ્વામી ભક્તિપ્રકાશ દાસજી અક્ષરનિવાસી થતાં હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ SGVP પહોંચી અંતિમ દર્શને કરશે તેમજ SGVP ગુરુકુળમાં 8 થી 9 વાગ્યા સુધી સ્વામીજીની પૂજનવિધિ ચાલશે. હરિભક્તો પણ બપોર સુધી દર્શન કરી શકશે. બપોર બાદ SGVPના ભક્તિપ્રકાશ દાસજી સ્વામીનો અક્ષર દેહ અમદાવાદથી ગઢડા ખાતે લઈ જવામાં આવશે. જ્યાં ગઢપુરની ઘેલા નદીના કાંઠે સ્વામીજીના અંતિમ સંસ્કાર થશે.સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના વયોવૃદ્ધ તપસ્વી સંત એવા પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી અક્ષરવાસી થયાના સમાચારથી વ્યથિત છું. સ્વામીજીનુ આધ્યાત્મિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે યોગદાન હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.પરમાત્મા દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે. શાંતિગુરુકુળ પરિવાર સંસ્થાની પાયાની યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના અક્ષરવાસના સમાચાર આપણા સૌ માટે આઘાતજનક છે.તેઓએ સમાજમાં શિક્ષણ, ભજન અને ભોજન માટે આપેલું યોગદાન સદૈવ પ્રેરણા આપતું રહેશે.
- Advertisement -
SGVP સંસ્થાના નિર્માણકર્તા, અનુષ્ઠાનપ્રિય પ. પૂ. સદગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના બ્રહ્નલીન થયાના સમાચાર સાંભળી અત્યંત વ્યથિત છું.પ્રભુ તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે તેમજ સર્વ ભક્તજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
થોડા સમય પૂર્વે SGVP અમદાવાદ મુકામે ભાવવંદના કાર્યક્રમમાં હાજર રહી પ.પૂ. પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, ત્યારે આજે તેમના અવસાનના સમાચાર પ્રાપ્ત થતાં દુ:ખ અનુભવું છું. પ્રભુ તેમની દિવંગત આત્માને ચિર શાંતિ અર્પે એજ પ્રાર્થના.


