પોલીસે સોનાના ચેઈન સહિત બાઈકને કબજે કરી કાર્યવાહી હાથ ધરી
રાજકોટ S.P. ક્રાઈમ બી.બી.બસીયાને ત્યાં આવેલા મહેમાન સાથે થઈ હતી ચીલઝડપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોઠારીયા રોડ પર બનેલી ચીલઝડપની ઘટનાની ગણતરીની કલાકોમાં જ ભક્તિનગર પોલીસે આરોપી દર્શીત ઉર્ફે બાબુ હાંડાને ઝડપી લીધો છે. તેની સાથે સોનાનો ચેઈન સાથે બાઈકને પણ પોલીસે કબજે કરી લીધું છે. રાજકોટમાં હવે તો સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ અધિકારીઓના પરિવારજનો પણ અસુરક્ષિત હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રાજકોટના એસીપી ક્રાઈમ બી.બી.બસીયાના ઘેર આવેલા તેમના મહેમાન જેવા ઘરની બહાર નીકળ્યા કે બાઈક પર ધસી આવેલા શખ્સે તેમના ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરી લેતાં ચકચાર મચી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ભક્તિનગર વિસ્તારમાં આવેલા શ્રીરામ પાર્કમાં રહેતાં એસીપી ક્રાઈમ બી.બી.બસીયાના ઘેર બહારગામથી તેમના મહેમાન ખરીદી કરવા માટે આવ્યા હતા. ખરીદી કર્યા બાદ તેઓ ફરી એસીપીના ઘેર આવ્યા હતા અને આજે જેવા બહાર નીકળ્યા કે પહેલાંથી જ વોચમાં રહેલા બાઈકસ્વારે તેમને આંતરીને ગળામાં પહેરેલા સોનાના ચેઈનની ઝોંટ મારી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરતા આરોપી દર્શિતને ઝડપી લેવામાં આવ્યો છે.