સલમાન ખાને ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનો નવો લુક ટીઝર શેર કર્યુ છે. સલમાન ખાનના નવા લુકની જોરશોરથી ચર્ચા થઇ રહી છે. લાંબા વાળ, દાઢી અને શેડ્સ પહેરેલ સલમાનનુ ટશન પ્રશંસકોને દીવાના બનાવી રહ્યું છે.
ટીઝર વીડિયોમાં સલમાનનુ લુક તો કાતિલ છે તો બેકગ્રાઉન્ડ સ્કોર પણ ખૂબ પાવરફૂલ છે. લાંબા વાળ, દાઢી અને શેડ્સ પહેરીને ટશન બતાવતા સલમાન ખાનને જોઈ લો. સલમાન ખાને પોતાની અપકમિંગ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નો નવો લુક ટીઝર રિલીઝ કર્યુ છે. આમ તો સલમાનનો આ લુક પહેલાથી જ રિવીલ થઇ ગયો છે. પરંતુ નવા ટીઝર વીડિયોમાં દબંગ ખાનનો સ્વેગ અને ટશન નજીકથી જોવા મળે છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
‘ભાઈજાન’નો નવો લુક આવ્યો સામે
નવા લુકથી પ્રશંસકો ભાવવિભોર થઇ ગયા છે. ફિલ્મ ભાઈજાનની રિલીઝ હમણા નહીં થાય. ત્યા સુધી પ્રશંસકો આ વીડિયોને જોઇને એક્સાઈટેડ થઇ શકે છે. વીડિયોમાં સલમાન ખાનની સ્વેગથી એન્ટ્રી થાય છે. ટીજરની શરૂઆતમાં સલમાન ખાન બાઈક પર બેસીને ધમાકેદાર એન્ટ્રી કરે છે. ત્યારબાદ સલમાન બ્રાઉન શર્ટ, ડેનિમ જીન્સમાં ફુલઑન ટશનની સાથે વૉક કરે છે. તેના લહેરાતા વાળ, કિલર લુક પ્રશંસકોને દીવાના બનાવી રહ્યાં છે.
ચાહકોને પસંદ આવ્યો લુક
સલમાન ખાનના લુકની જોરશોરથી ચર્ચા થઇ રહી છે. ટીઝર વીડિયોમાં સલમાનનો કાતિલ અંદાજ જોઇ શકાય છે, આ સાથે બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ પાવરફૂલ છે. ચાહકો જ નહીં, પરંતુ સેલિબ્રિટીઓ પણ સલમાનના લુકથી ઈમ્પ્રેસ છે. હંસિકા મોટવાનીએ ફાયર, આઈ હાર્ટ ઈમોજી બનાવી છે. સિદ્ધાર્થ નિગમે લખ્યું, ભાઈજાન. સલમાન ખાનની પોસ્ટ પર લોકો બૉસ, ફાયર, હાર્ટ પોસ્ટ કરી રહ્યાં છે. યુઝર્સ ભાઈજાન પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યાં છે. સલમાનનો લુક યુઝર્સને સુપરકૂલ લાગી રહ્યો છે.