ભારત સહિત દુનિયાભરમાં ધૂમ મચાવનાર ફિલ્મને લઈને ભડક્યો વિવાદ
ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપનહાઈમરના લવ મેકિંગ સિન્સ દરમિયાન ભગવદ ગીતાનો ઉલ્લેખ કરાતા દર્શકો થયા ગુસ્સે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ક્રિસ્ટોફર નોલાનની અવેઇટેડ ફિલ્મ ’ઓપનહાઈમર’ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મને લઈને તમામ પ્રતિક્રિયાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક તરફ કેટલાક લોકો ફિલ્મના જોરદાર વખાણ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા, દિગ્દર્શનથી લઈને અભિનય સુધીના દરેક પાસાને લોકો પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ એક વર્ગ એવો પણ છે જે ’ઓપનહાઈમર’ ફિલ્મ જોઈને ગુસ્સે થયો છે અને ટ્વિટર પર ફિલ્મ પ્રત્યે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા જ કહેવામાં આવ્યું હતું કે તેમાં ’ભગવદ્ ગીતા’નો ઉલ્લેખ છે પરંતુ ફિલ્મમાં જે રીતે આ ઉલ્લેખ છે તે જોઈને લોકો નારાજ થયા છે. કે જે. રોબર્ટના જીવન પર આધારિત ફિલ્મ ’ઓપેનહાઇમર’ 21 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
આ ફિલ્મમાં એક સિન બતાવવામાં આવ્યો છે, જ્યાં અભિનેતા તેની ગર્લફ્રેન્ડ સાથે છે, બંને વચ્ચે લવ મેકિંગ સિન ચાલી રહ્યો છે, ત્યાંરે છોકરી તેને ગીતા વાંચવાનું કહે છે. લોકો આ સિનને લઈને ખૂબ ગુસ્સે થયા છે. કારણ કે, કોઈએ અનુમાન કર્યું ન હતું કે ફિલ્મમાં એક દ્રશ્ય હશે જેમાં રોબર્ટની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા સિલિયન મર્ફીને સેક્સ સિન દરમિયાન ભગવદ્ ગીતા વાંચતા બતાવવામાં આવશે.
આ ફિલ્મમાં આવતા લવ મેકિંગ સિન દરમિયાન પુસ્તક વાંચતી વખતે રોબર્ટના પાત્રમાં સિલિયન ભગવાન વિષ્ણુ અને અન્ય ઘણી હિન્દુ ધાર્મિક વસ્તુઓનો ઉલ્લેખ કરે છે. સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે આ પુસ્તક બીજું કોઈ નથી પરંતુ ભગવદ્ ગીતા જ છે. આ કારણે જ ફિલ્મ અને તેના સ્ટાર કાસ્ટ તેમજ મેકર્સ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા છે.