- પૂજા કગથરા
પ્રદુષણ સુર્યમાંથી નિકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો ચિંતા,હોમોન્સ,અને અનિચ્છનીય ખોરાક એ ત્વચાને નિસ્તેજ અને અસ્વચ્છ બનાવે છે.
ત્વચાને સુંદર બનાવવા મતે આપને ઘણાં બધા પ્રયત્નો કરતા હોઇએ છીએ.
જો યોગ્ય અને ચોકક્સ આહાર લેવામાં આવે તો તે સુંદર અને સ્વચ્થ ત્વચા માટે ખુબ અસરકારક નિવળે છે.
1) પાણી : દિવસભર પુષ્કળ પાણી પીવાથી શરીરની ઇન્ટરનલ સિસ્ટમ હાઈદ્રેટેડ રહે છે. જેની સીધી ઇફેક્ટ સ્કીન પર થાય છે. પાણી શરીરની અંદર રહેલા કચરાને ફલશ કરવાનુ કામ કરે છે. આ ઉપરાંત પુષ્કળ પાણી પીવાથી શરીર પર કરચલીઓ દુર થાય છે.અને સ્કીન ગ્લોઇંગ લાગે છે.
2) ઘાટા લીલા પાંદળાવાળા શાકભાજી : લીલા પાંદળાવાળા શાકભાજી એ એન્ટિઓક્સિડન્ટ, આવશ્યક વિટામીન્સ અને પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમા પાલક,મૂળાના પાન,સરસવના પાનનો સમાવેશ થાય છે. આ દરેક ખોરાક તેજસ્વી ત્વચા માટે ખુબ ઉપયોગી છે.
3) હળદર : કકયુઁમિન એ હળદરના એન્ટિબેક્ટેરિયલ એન્ટિવાયરલ,બળતરા વિરોધી અને એન્ટિફંગલ ગુણધર્મો ધરાવે છે. જે સ્કીન પર થતા ખીલ અને ડાઘ તથા દાઝને મટાડવામા ખુબ ઉપયોગી છે.
4) એવોકાડો : એવોકાડો એ ત્વચા માટે સંપુર્ણ સુપરફુડ છે જે વિટામીન ઊ અને સ્વસ્થા ચરબી થી ભરપુર હોય છે. ખાસ કરીને સંતુપ્ત અને મોનોઅનસરયુરેટેડ ચરબી એ ત્વચાની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરે છે. એવોકાડો ત્વચામાં થયેલા નુક્સાન ને ધીમુ કરવમાં અને કરચલીઓને દુર કરવા માટે મદદરૂપ છે.
5) એલોવેરા : એલોવેરા એ ત્વચાની બધી સમસ્યાઓ માટે લોકપ્રિય ઉપાય છે. એલોવેરામાં ગ્લુકોમનન અને ગીબ્બેરિલીન જેવા હોમોઁન હોય છે. સ્કીન પર છોલાવાથી કે પડી જવાથી રહી ગયેલા ડાઘને મટાડવા માટે ઉતમ ઔષધિ છે.
સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફળો
1) કેરી : કેરીમાં બીટા કેરોટીન અને સ્કીન પર થયેલી યુવી-પ્રેરીત લાલાશ ઘટાડવામા મદદ કરે છે. આ ઉપરાંત ત્વચાની સ્થિતિસ્થાપક્તા જાળવવામા એન્ટી ઍજિંગ તરિકે ઉપયોગી છે.
2) કેળા : કેળામાં વિટામીન એ,બી અને ઈ ભરપુર માત્રામા હોય છે. જે સ્કીનની કરચલીઓ અટકાવે છે. તેમા એન્ટીઓક્સીડન્ટ અને મોઇશ્ર્ચુરાઇઝિંગના ગુણધર્મો હોય છે.
3) પપૈયા : પપૈયામા એન્ટીબેકટેરિયલ ગુણધર્મો છે. જે ત્વચાની અશુદ્ધિઓ સાફ કરવમાં મદદરૂપ છે.
4) નારંગી, કીવી, દ્રાક્ષ, જામફળ, સ્ટ્રોબેરી : જે વિટામીન ઈ થી સમૃધ્ધ ખોરાક છે. જે કોલેજન સંશ્ર્લેષણને વેગ આપે છે. વિટામીન ઈ ત્વચાને સૂર્યના નુક્સાન થી પણ સુરક્ષીત કરે છે. તથા સેલ ટર્નઓવરને પ્રોત્સાહન આપે છે. ત્વચાની યુવાની અને સુંદરતાને વધારે છે.
5) એપલ : એપલએ ત્વચાના ટોનને જાળવી રાખવા માટે ખુબ ઉપયોગી છે.
6) ગાજર, શક્કરીયા : ગાજરમા બીટા કેરોટીન,વિટામીન અ અને એન્ટીઓક્સીડન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે. જે ત્વચાને સ્વચ્છ બનાવે છે અને ઞટ લાઈટથી થયેલા નુક્શાનથી સુરક્ષીત કરે છે. તેમા એન્ટીએજિંગના ગુણધર્મો છે.
7) હેલ્ધી ફેટ. (સ્વચ્છ ચરબી) : ઓમેગા-6 ફેટી એસિડસ એ હેલ્ધી ફેટનો મુખ્ય સ્ત્રોત છે. બદામ,અખરોટ,ફ્લેક્સસીડ,ચીયાસીડ,ઓલીવ ઓઇલ, બ્રાઉન રાઈસ,મશરૂમ ટોફૂ,ક્વિનાઓ,ઓપ્સ,રિકાંટા પનીર આ દરેક ખોરાક હેલ્ધી ફંટ થી ભરપુર છે. જે ત્વચાને પોષણ આપવા તેની રચનામાં સુધારો કરવા અને ઇન્ફેક્શનને મટાડવામા શ્રેષ્ઠ સાબીત થાય છે. સ્વસ્થ ત્વચા માટે આ દરેક ખોરાકને આહારમા લેવો જોઇએ.
8) દહી/છાસ : દહી અને છાશમા પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનમા ખુબ ઉપયોગી છે. જ્યારે પાચન સરળ હોય અને આંતરડામાં સમસ્યા ન હોય ત્યારે ત્વચામા શુષ્કતા અને ચેપ ઓછા જોવા મળે છે. તંદુરસ્ત અને સ્વસ્થ ચમકતી ત્વચા માટે દહી ખુબ જરૂરી છે.
9) ગ્રીન ટી : ગ્રીન ટી એ એન્ટીઓક્સીડન્ટનો કુદરતી સ્ત્રોત છે. જે ત્વચા માટે એન્ટીએજીગનુ કામ કરે છે. તથા ત્વચા પર થતી ફોળકીઓ અને લાલાશને મટાડવા માટે ઉપયોગી છે.
10) આમળા : જો હેલ્ધી સ્કીન માટેનો કોઇ સંપુર્ણ ખોરાક હોય તો તે આમળા છે. આમળામા સ્કીન માટે જરૂરી દરેક ગુણધર્મ રહેલા છે.
Amla is a King Of Every Food For Healthy Skin.
ખાસ યાદ રાખવુ ..
મસાલેદાર,જંક ફૂડ,પ્રોસેસ્ડ ફૂડ ઉચ્ચખાંડવાળા ખોરાક,એસ્ટ્રોજનનુ ઉચ્ચુસ્તર ઘરાવતા ખોરાક,બીન આરોગ્યપ્રદ ખોરાક, નો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવો. ખુબ ખુશ રહેવુ અને પુરતી ઉંઘ કરવી જે સ્વસ્થ ત્વચા માટે ખુબ જરૂરી છે.
Let Your Food Made Your Medicine
Stay Always Positive ClearFall.