છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અને લાંચ લેવાનો આરોપ: ઈઝરાયલના ઙખએ કોઈપણ ખોટા કામનો ઇનકાર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભ્રષ્ટાચારના આરોપો પર જુબાની આપવા માટે મંગળવારે પહેલીવાર કોર્ટમાં હાજર થશે. તે છેતરપિંડી, વિશ્ર્વાસનો ભંગ અને લાંચ લેવાના ત્રણ અલગ-અલગ કેસમાં ઈઝરાયલમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. નેતન્યાહુએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. ઈઝરાયલના પીએમએ ગાઝા યુદ્ધ અને સુરક્ષાની ચિંતાઓને ટાંકીને કાર્યવાહીમાં વિલંબની વારંવાર માગ કરી છે. જો કે કોર્ટે મંગળવારે ફરી સુનાવણી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. પીએમની સુરક્ષાને ટાંકીને કોર્ટની કાર્યવાહી રાજધાની તેલ અવીવની અંડરગ્રાઉન્ડ ચેમ્બરમાં ખસેડવામાં આવી છે. 2020માં શરૂ થયેલી ટ્રાયલમાં ત્રણ અલગ-અલગ કેસ સામેલ છે. આમાં નેતન્યાહૂ પર આરોપ છે કે તેઓ મીડિયાના લોકોને પોતાના પક્ષમાં સમાચાર પ્રકાશિત કરવાના બદલામાં રાજકીય લાભ પહોંચાડે છે. મોંઘી ભેટના બદલામાં એક અબજોપતિ હોલીવુડ ડિરેક્ટરને ફાયદો થયો. આ તમામ કેસમાં 140 લોકોને જુબાની માટે બોલાવવામાં આવ્યા છે. સાક્ષીઓમાં નેતન્યાહુના કેટલાક વિશ્ર્વાસુઓનો સમાવેશ થાય છે જેઓ તેમની વિરુદ્ધ થઈ ગયા હતા. જેમાં પૂર્વ વડાપ્રધાન યાયર લેપિડ અને ઘણી મીડિયા હસ્તીઓ પણ સામેલ છે. વકીલોએ રેકોર્ડિંગ, પોલીસ દસ્તાવેજો અને ટેક્સ્ટ મેસેજ સહિતના ઘણા પુરાવા રજૂ કર્યા છે.
હાલમાં, ઓછામાં ઓછા 2026 સુધી આ મામલે નિર્ણયની અપેક્ષા નથી. આ પછી નેતન્યાહૂ સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકે છે. થોડા દિવસો પહેલા ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ઈંઈઈ) એ ગુરુવારે બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. કોર્ટે નેતન્યાહુ વિરુદ્ધ ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે આરોપો ઘડ્યા હતા. આઈસીસીએ સ્વીકાર્યું કે હમાસને ખતમ કરવાની આડમાં ઈઝરાયલની સેના નિર્દોષોની હત્યા કરી રહી છે અને તેમને મરવા માટે છોડી રહી છે.