વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વના પ્રારંભકર્તા : છગન ખેરાજ વર્મા
ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમ
શ્યાહીની સમાંતર લોહી રેડનારા પત્રકારનો ધૂંધળો ઈતિહાસ
- Advertisement -
છગન ખેરાજ વર્મા એટલે ફાંસીના માંચડે ચઢનાર પ્રથમ ગુજરાતી પત્રકાર. છગન ખેરાજ વર્મા એટલે વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વના પ્રારંભકર્તા. છગન ખેરાજ વર્મા એટલે વિદેશની ધરતી પરથી પ્રસિદ્ધ થતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી. છગન ખેરાજ વર્મા એટલે તંત્રી અને પત્રકાર સાથે સ્વાતંત્ર્ય સેનાની. છગન ખેરાજ વર્મા એટલે ગુજરાતી પત્ર ગદરના એક એવા તંત્રી – પત્રકાર – સ્વાતંત્ર્ય સેનાની જેના વિશે કોઈ કશું વધુ જાણતું નથી. વારંવાર કહ્યું છે તેમ, આપણી એ કમનસીબી છે કે, કઈકેટલાંય ગુજરાતી પત્રકારો જેમણે ગુજરાતી પત્રકારત્વના વિકાસ અને ભારતની આઝાદી માટે શ્યાહીની સમાંતર લોહી રેડ્યું છે તેમના વિશે વ્યવસ્થિત બે-ચાર પાનાંની નોંધ પણ ક્યાંય ઉપલબ્ધ નથી! અતીતની ગુમનામીમાં ખોવાયેલા આવા જ એક પત્રકાર છે, છગન ખેરાજ વર્મા. જેમના વિશે ઈતિહાસના પાનાં પર છૂટીછવાયી કેટલીક વાતો લખાયેલી છે પરંતુ તેમાં સમય અને સ્થળનો તફાવત જોવા મળે છે. બિન ગુજરાતી તથા વિદેશી ઈતિહાસકારોએ છગન ખેરાજ વર્મા વિશે નોંધેલી જૂજ માહિતીમાંથી વાસ્તવિકતા વિચારીએ અને તથ્ય તારવીએ તો..
વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન અમેરિકામાં ઉદ્દભવેલી ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિકારી ચળવળ એટલે ગદર ચળવળ. 19મી સદીના અંત તથા 20મી સદીના આરંભમાં પંજાબી ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરોમાં મજૂરી કરવા યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડા પહોચ્યા હતા. 1910 સુધીમાં સાનફ્રાંસિસ્કો અને વેંકોવર વચ્ચે આશરે 30000 ભારતીય કામદારો વસતા હતા. તેમની સાથે કેનેડિયન – અમેરિકનનો વ્યવહાર અપમાનજનક હતો તેથી તેમને સ્વતંત્રતા અને લોકશાહીનું મૂલ્ય સમજાય સાથોસાથ કાળા-ધોળાના ભેદ અને અસમાનતા દૂર થાય તે માટે દેશની સાથે વિદેશમાં પણ ભારતીયોને ભૂરીયાઓની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટેની વિવિધ ચળવળ શરૂ થઈ હતી જેમાની એક ચળવળનું નામ ગદર હતું. ગદરનો અર્થ થાય છે – બળવો.
1857 પછીથી 1914 સુધીમાં ગદર ચળવળ પંજાબથી લઈ કેનેડા, અમેરિકા, ફ્રાંસ, જર્મની, બ્રિટન અને જાપાનથી લઈ ચીન, અફઘાનિસ્તાન, મલાયા, સિંગાપોર, બર્મા સુધી ફેલાઈ ગઈ હતી. આ ચળવળના નેતાઓ લાલા હરદયાલ, પાંડુરંગ સદાશિવ ખાનખોજે, તારકનાથ દાસ, રાસબિહારી ઘોષ, ભાઈ પરમાનંદ, વિષ્ણુ ગણેશ પિંગલે વગેરે હતા. ગદર ચળવળમાં જે ગુજરાતીએ અગત્યનો ભાગ ભજવ્યો તેનું નામ હતું – છગન ખેરાજ વર્મા. છગન ખેરાજ વર્મા એટલે કે ખેમરાજ દામજી એટલે કે હુસેન રહીમ. એ સમયમાં વેશપલટાની જેમ નામપલટા પણ થતા હતા. કેટલાંક વિદેશી પુસ્તકો અને ભારતમાં રહી ગયેલા બ્રિટિશ ગુપ્તચર તંત્રના અધિકારીઓના દસ્તાવેજોમાં આ નામ મળી આવે છે. વેશાંતર, દેશાંતર, નામાંતર કરનારા છગન ખેરાજ વર્મા એ જ ખેમરાજ દામજી હતા અને એ જ હુસેન રહીમ હતા. તેઓ પોતાની ઓળખ છુપાવી વિદેશમાં રહેતા હતા અને વિદેશની ધરતી પરથી જ મા ભારતીની અનુસંધાન પાના નં. 6
આઝાદીના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.
છગન ખેરાજ વર્માનો જન્મ 1865માં પોરબંદર ખાતે થયો હતો. તેઓ જહાજ મારફતે પોરબંદરથી હોનોલુલુ અને ત્યાંથી વેંકોવર પહોંચ્યા હતા. કેનેડા પહુંચનારા છગન ખેરાજ વર્મા પ્રથમ ગુજરાતી હતા. જ્યાં તેમણે ઈમિગ્રેશનની શીખ ચળવળમાં ઝૂકાવ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત ક્રાંતિકારી લાલા હરદયાલ સાથે થઈ હતી. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907માં કેલિફોર્નીયામાં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી, લાલા હરદયાલે તેનું નામ બદલી ગદર કરી નાખ્યું. છગન ખેરાજ વર્મા આ ગદર સંસ્થા સાથે જોડાઈ ગયા હતા. છગન ખેરાજ વર્માએ લાલા હરદયાલ સાથે મળી ફ્રી હિન્દુસ્થાન નામનું અખબાર ચલાવ્યું હોય એવી નોંધ ઈતિહાસના પાનાંઓ પર ઘણી જગ્યાએ છે. થોડા વર્ષોમાં છગન ખેરાજ વર્મા કેનેડાથી અમેરિકા પહોંચી ગયા હતા. પોરબંદરના છગન ખેરાજ વર્માના તંત્રીપદ હેઠળ 10 મે, 1914 અથવા 1 જૂન, 1914માં સાનફ્રાંસિસ્કોથી પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી પત્ર ગદર પ્રકાશિત થયું હતું.
1 નવેમ્બર, 1913ના રોજ સાનફ્રાંસિસ્કોમાં ભારતીયોના પ્રતિનિધિઓની એક સભા મળી હતી જેમાં હિંદી એસોસિયેશન ઑવ્ અમેરિકા સ્થાપીને આશરે 15000 ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. આ સભામાં ગદર (બળવો) નામનું એક સાપ્તાહિક પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમય જતાં આ એસોસિયેશન ગદર પક્ષ નામથી ઓળખાવા લાગ્યું. આ સંસ્થાનો હેતુ ભારતમાં બ્રિટીશ રાજ દૂર કરીને સ્વતંત્રતા અને સમાનતાના પાયા પર આધારિત પ્રજાસત્તાક રાજ સ્થાપવાનો હતો. 1 નવેમ્બર, 1913માં ગદર પત્ર શરૂ કરનારા હતા, લાલા હરદયાલ. લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું. આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે. ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો.
ગદર સાપ્તાહિકે ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો હતો. પ્રતિબંધિત સાહિત્યની માહિતી, હથિયારોના ઉપયોગ તથા તેને બનાવવાની રીત અને જોઈતી સામગ્રી વગેરે ગદરમાં પ્રકાશિત થતા હતા. ગદરમાં અંગ્રેજો સામે બળવો કરવાનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો, બ્રિટિશ રાજ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતાં, ભારતીય દેશભક્તોનાં જીવનચરિત્રો આલેખવામાં આવતાં, ભારતની સંસ્કૃતિનાં ઉત્કૃષ્ટ લક્ષણો દર્શાવવામાં આવતાં. આ સાથે જ ગદરમાં સરકારને વફાદાર અધિકારીઓનાં ખૂન કરવા, ક્રાંતિકારી ધ્વજ ફરકાવવા, જેલો તોડવી, સરકારી તિજોરી અને થાણાં લૂંટવાં, રાજદ્રોહી સાહિત્યના ફેલાવા, શસ્ત્રો મેળવવાં, બોમ્બ બનાવવા, ગુપ્ત મંડળો રચવાં, રેલવે અને તારમાં ભંગાણ કરવા, ક્રાંતિકારી કાર્યો માટે યુવાનોની ભરતી કરવી વગેરે કાર્યો સૂચવવામાં આવતાં હતાં.
બ્રિટિશ અને અમેરિકી દસ્તાવેજોમાં જેમના ત્રણ નામો મળે છે. એક – છગન ખેરાજ માતા-પિતાએ આપેલું નામ, બીજું – ખેમચંદ દામજી અને ત્રીજું – હુસેન રહીમ. એ ગુજરાતના પોરબંદરના વતની છગન ખેરાજ વર્મા વિદેશમાં જઈ ખેમચંદ દામજી અને હુસેન રહીમના નામે ઓળખાતા આદમી વિદેશની ધરતી પરથી પ્રકાશિત થતા અને સ્વદેશીઓની આઝાદીની ચળવળને વેગવંતી બનાવતા ગુજરાતી પત્ર ગદરના તંત્રી – પત્રકાર હતા. પીળાં પાના પર છપાતા આ પત્રનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવતું હતી. ક્રાંતિના પ્રચારાર્થે વિનામૂલ્યે વિતરણ એવી ઘોષણા તેના પર છપાયેલી આવતી હતી. ગુજરાતી ગદરનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતીઓમાં આઝાદીની ભાવના મજબૂત કરવાનો હતો. ગદરમાં છપાયેલી લેખનસામગ્રીની અસર ભારત સુધી થતી હતી. અમેરિકા, કેનેડા અને ભારતમાં ગદર પત્રની નોંધ લેવાતી હતી!
મે-જૂન 1914માં શરૂ થયેલું ગુજરાતી પત્ર ગદર આશરે એક કે બે વર્ષ માંડ ચાલ્યું હતું. છગન ખેરાજ વર્મા પર બગાવતનો આરોપ લાગ્યો અને તેમને ફાંસીની સજા થઈ. માર્ચ, 1915માં તેમના પર મુકદ્દમો ચાલ્યો, અને તત્કાળ મૃત્યુદંડની સજા થઈ. સિંગાપુરની જેલમાં તેમને 4 મે, 1915ના દિવસે ફાંસી અપાઈ હતી. અન્ય એક જગ્યાએ એવી નોંધ છે કે, છગન ખેરાજ વર્માને 1920માં સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી. જોકે બંને જગ્યાએ ફાંસી આપવાનું કારણ એક સરખું જોવા મળે છે, છગન ખેરાજ વર્મા ઉર્ફે ખેમચંદ દામજી ઉર્ફે હુસેન રહીમને ભારતની સ્વતંત્રતા માટે બ્રિટિશ આધિપત્યના લશ્કરમાં બગાવત કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી. સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આઝાદીની લડત માટે ગદર ચળવળ અને ગદર પત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રાંતિકારી ચળવળ અને પત્ર ચલવવા બદલ જે હજારો હિંદુસ્તાનીઓએ શહીદી વહોરી તેમાના એકમાત્ર ગુજરાતી પત્રકાર એટલે છગન ખેરાજ વર્મા.
વધારો : વિદેશી ધરતી પર થયેલા ગુજરાતી ક્રાંતિકારી પત્રકારત્વે આઝાદીની લડતમાં ઉત્તમ ભાગ ભજવ્યો હતો જેમાં પંડિત શ્યામજીકૃષ્ણ વર્માના ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ, મેડમ કામાના તલવાર અને વંદે માતરમ, છગન ખેરાજ વર્માના ગદર નામના પત્રો અગ્રેસર હતા. મેડમ કામાએ થોડો સમય ગદરમાં પણ કામ કરેલું હતું. ક્રાંતિકારી છગન ખેરાજ વર્માના ગુજરાતી પત્ર ગદરમાં લખાયેલા કેટલાંક તંત્રીલેખ ઉપલબ્ધ છે જે વાંચવાલાયક છે, છગન ખેરાજ વર્મા પત્રકારત્વ અને ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે શોધ – સંશોધન – મહાશોધ નિબંધનો વિષય છે.
- Advertisement -
લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું, આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે, ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો
આઝાદીના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા.
છગન ખેરાજ વર્માનો જન્મ 1865માં પોરબંદર ખાતે થયો હતો. તેઓ જહાજ મારફતે પોરબંદરથી હોનોલુલુ અને ત્યાંથી વેંકોવર પહોંચ્યા હતા. કેનેડા પહુંચનારા છગન ખેરાજ વર્મા પ્રથમ ગુજરાતી હતા. જ્યાં તેમણે ઈમિગ્રેશનની શીખ ચળવળમાં ઝૂકાવ્યું હતું. આ દરમિયાન તેમની મુલાકાત ક્રાંતિકારી લાલા હરદયાલ સાથે થઈ હતી. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907માં કેલિફોર્નીયામાં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી, લાલા હરદયાલે તેનું નામ બદલી ગદર કરી નાખ્યું. છગન ખેરાજ વર્મા આ ગદર સંસ્થા સાથે જોડાઈ ગયા હતા. છગન ખેરાજ વર્માએ લાલા હરદયાલ સાથે મળી ફ્રી હિન્દુસ્થાન નામનું અખબાર ચલાવ્યું હોય એવી નોંધ ઈતિહાસના પાનાંઓ પર ઘણી જગ્યાએ છે. થોડા વર્ષોમાં છગન ખેરાજ વર્મા કેનેડાથી અમેરિકા પહોંચી ગયા હતા. પોરબંદરના છગન ખેરાજ વર્માના તંત્રીપદ હેઠળ 10 મે, 1914 અથવા 1 જૂન, 1914માં સાનફ્રાંસિસ્કોથી પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી પત્ર ગદર પ્રકાશિત થયું હતું.
1 નવેમ્બર, 1913ના રોજ સાનફ્રાંસિસ્કોમાં ભારતીયોના પ્રતિનિધિઓની એક સભા મળી હતી જેમાં હિંદી એસોસિયેશન ઑફ અમેરિકા સ્થાપીને આશરે 15000 ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. આ સભામાં ગદર (બળવો) નામનું એક સાપ્તાહિક પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમય જતાં આ એસોસિયેશન ગદર પક્ષ નામથી ઓળખાવા લાગ્યું. આ સંસ્થાનો હેતુ ભારતમાં બ્રિટીશ રાજ દૂર કરીને સ્વતંત્રતા અને સમાનતાના પાયા પર આધારિત પ્રજાસત્તાક રાજ સ્થાપવાનો હતો. 1 નવેમ્બર, 1913માં ગદર પત્ર શરૂ કરનારા હતા, લાલા હરદયાલ. લાલા હરદયાલના યુગાંતર આશ્રમમાંથી ગદર ઉર્દૂ, પંજાબી, હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું હતું. આ ચાર ભાષાઓ સિવાય ગદર અંગ્રેજી, પશ્તુન, ગોરખાલી અને ગુરુમુખી ભાષામાં પણ પ્રકાશિત થતું હતું તે વિશે તત્કાલીન બ્રિટિશ ગુપ્તચર તંત્રના વડા જ્હોન કેમ્પબેલે નોંધ્યું છે. ગદરની નકલો હજારોની સંખ્યામાં હતી, ગદરનો ફેલાવો અમેરિકા, કેનેડા, ભારત જેવા દેશોમાં હતો.
ગદર સાપ્તાહિકે ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો હતો. પ્રતિબંધિત સાહિત્યની માહિતી, હથિયારોના ઉપયોગ તથા તેને બનાવવાની રીત અને જોઈતી સામગ્રી વગેરે ગદરમાં પ્રકાશિત થતા હતા. ગદરમાં અંગ્રેજો સામે બળવો કરવાનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો, બ્રિટિશ રાજ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતાં, ભારતીય દેશભક્તોનાં જીવનચરિત્રો આલેખવામાં આવતાં, ભારતની સંસ્કૃતિનાં ઉત્કૃષ્ટ લક્ષણો દર્શાવવામાં આવતાં.
આ સાથે જ ગદરમાં સરકારને વફાદાર અધિકારીઓનાં ખૂન કરવા, ક્રાંતિકારી ધ્વજ ફરકાવવા, જેલો તોડવી, સરકારી તિજોરી અને થાણાં લૂંટવાં, રાજદ્રોહી સાહિત્યના ફેલાવા, શસ્ત્રો મેળવવાં, બોમ્બ બનાવવા, ગુપ્ત મંડળો રચવાં, રેલવે અને તારમાં ભંગાણ કરવા, ક્રાંતિકારી કાર્યો માટે યુવાનોની ભરતી કરવી વગેરે કાર્યો સૂચવવામાં આવતાં હતાં.