મહિલા વકીલના હસ્તે જૂની કોર્ટ બિલ્ડિંગની જમીનની માટી નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે લઇ જવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની નવી કોર્ટ બ્લિડિંગ અદ્યતન બની રહી છે. જેના ભાગરૂપે 06/01/2024ના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિય ચંદ્રચુડ સરના હસ્તે નવી કોર્ટનું ઉદ્ધાટન થશે. તેથી ફોજદારી કોર્ટ પ્રેકટીસ કરનાર સ્થાનીક એટલે કે કોર્ટ બ્લિડિંગની માટીનું ઋણ સ્વિકાર કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમ તા.05/01/2024ના રોજ સિવિલ કોર્ટ કમ્પાઉન્ડ, મોચી બજાર, રાજકોટ ખાતે રાત્રે 7:00 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં સંગીત સંધ્યાની સાથે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બપોરે 12:39ના પ્રમુખ બકુલ રાજાણીની હાજરીમાં શુભ મુહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દીલીપ પટેલ, શ્યામલભાઇ સોનપાલ, યોગેશ ઉદાણી, રાજેશ મહેતા, સુમીત વોરા, સી.એચ.પટેલ સહીતના ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનું સંપુર્ણ આયોજન ઋણ સ્વીકાર કમિટીનાં જે.એમ. શાહ, લલિતસિંહ શાહી, મહર્ષિભાઈ પંડ્યા, પ્રવીણભાઈ કોટેચા, હિંમતભાઈ સાયાણી, જયપ્રકાશભાઈ ત્રિવેદી, એન.જે.પટેલ, રજની બા રાણા, અનિલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, સુનીલભાઈ મોઢા, સંજયભાઈ વ્યાસ, મનિષભાઈ ખખ્ખર, ગુલ્ફામભાઈ સુરૈયા, રવિભાઈ ગોગીયા, અર્જુનભાઈ પટેલ, હરેશભાઈ દવે, કમલેશભાઈ શાહ, રોહિતભાઈ ઘીયા, દીપકભાઈ ભીમાણી, કિશોરભાઈ સખીયા, અજયભાઈ જોશી, પરેશભાઈ મારુ, હરેશભાઈ પરસોંડા, ભગીરથસિંહ ડોડીયા, રક્ષિતભાઈ કલોલા, સુરેશભાઈ ફળદુ, આર ડી ઝાલા, ભાવેશભાઈ રંગાણી, અજયભાઈ ચૌહાણ, દિવ્યેશભાઈ મહેતા, નરેન્દ્રસિંહ ચાવડા, તુષારભાઈ બસલાણી, પથિકભાઈ દફતરી, દિનેશભાઈ વારોતરીયા, રૂપરાજસિંહ પરમાર આર્થિક સહયોગથી કરવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમ અગાઉ બાર એસોસિએશનની શુકનવંતી બહેનોના હસ્તે જુની કોર્ટ બ્લિડિગની જમીનની માટી નવી કોર્ટ બ્લિડીંગ ખાતે લઇ જવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહેશ્વરીબેન ચૌહાણ, બીનલબેન રવેશીય, સ્મિતાબેન અત્રી, એકતા જોષી, હેતલબેન અપારનાથી, અનીતાબેન રાજવેશી, ધારા મુળશા, દક્ષાબબેન બોખાણી, નયનાબેન ચૌહાણ, રાજવી દોંગા, કોમલ રાવલ, પ્રતીક્ષા પાઘડાળ, એખતા સુદાણી, લક્ષ્મી આહિર, જાનવી વોરા, ડિમ્પલ સરધારા સહિતના મહિલા વકિલો હાજર રહ્યા હતા. આ “કર્મભુમિ ઋણ સ્વીકાર” કાર્યક્રમમાં પધારવા રાજકોટ બાર એસોસિયેશનનાં તમામ વકીલોને બાર એસોસિએશનનું ભાવભર્યું આમંત્રણ છે.



