મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
ધારો કે તમે તમારી માલિકીની મોંઘીદાટ કારમાં સપરિવાર ફરવા નીકળ્યા છો. તમારી કાર હાઇ-વે પર પૂરપાટ વેગે જઈ રહી હોય ત્યારે કોઈ માણસ લિફ્ટ માગવા માટે હાથ ઊંચો કરે તો તમે શું કરશો? જો એ માણસ તમારો પરિચિત હોય તો ગાડી ઊભી રાખીને એને લિફ્ટ આપો છો. પણ જો એ માણસ અપરિચિત હોય તો તમે એને ગાડીમાં બેસાડશો ખરાં? ક્યારેય નહીં બેસાડો.
આપણે જ્યારે દુ:ખના સમયમાં ઈશ્ર્વરની મદદ માગવાં માટે હાથ લાંબો કરીએ છીએ ત્યારે ઈશ્ર્વર શું કરશે? એ જરૂર આપણને જોઈને વિચારશે કે આ મનુષ્ય સાથે મારે કોઈ પરિચય છે ખરો? જો આપણે જીવનભર ઈશ્ર્વર ઉપર વિશ્ર્વાસ રાખ્યો હશે, સમજણપૂર્વક એની ભક્તિ કરી હશે, રોજિંદાં જીવનમાં ઈશ્ર્વરને ગમે તેવાં કૃત્યો કર્યાં હશે, એ નારાજ થાય એવું એક પણ કામ નહીં કર્યું હોય તો ઈશ્ર્વર માનશે કે ‘હા’ આ મનુષ્ય મારા પરિચયમાં છે. એ જરૂર આપણને લિફ્ટ આપશે. જો આપણે ઉપરનું કશું જ નહીં કર્યું હોય તો શક્ય છે કે ભગવાન આપણી અવગણના કરીને પૂરપાટ વેગે પસાર થઈ જશે.
- Advertisement -
મિત્રો, આ દૃષ્ટાંત પરથી બોધ-પાઠ લઈને આપણે બધાં આજથી ભગવાન સાથેની ઓળખાણ પાકી કરવા માંડીએ.