ગર્ભવતીના મૃત્યુથી પરિવાર પર આભ ફાટ્યું, કુખમાં ઉછરતું નવ માસના બાળક જન્મ લીધાં પૂર્વે જ મરણ પામ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
શહેરના કોઠારીયા રોડ, માધવ હોલની પાછળ,જૂની સર્વોદય સોસાયટી શેરી નંબર 4 માં રહેતા આશાબેન સચીનભાઈ અહેવાલ નામની સગર્ભાનું ઘરે બેભાન થઈ જતાં ઝનાના હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આશાબેન પોતાના ઘરે હતા ત્યારે જમીને ઉભા થયા હોય અને અચાનક ચક્કર આવતા ઢળી પડતાં તેને સારવાર અર્થે સિવિલ બાદ વધુ સારવાર અર્થે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
પરિણીતાને નવ માસનો ગર્ભ ધારણ હોય જેથી પરિણીતાના મૃત્યુ સાથે કુખમાં ઉછરી રહેલું બાળક પણ મૃત્યુ પામતા પરિવાર પર આભ તુટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પી.એસ.આઇ. રોહડીયા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.બનાવ અંગે વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મૂળ એમપીના વતની છે.મૃતક આશાબેનના લગ્ન બે વર્ષ પૂર્વે સચિનભાઈ સાથે થયા હતા અને દંપતીને આ પ્રથમ સંતાન પ્રાપ્ત થવાનું હતું.દંપતી છૂટક મજૂરી કામ કરતા બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.



