રાજકોટમાં સાયબર ક્રાઇમની સો.મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર
1 PSI, 5 કોન્સ્ટેબલનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ તેમજ સોશિયલ મીડિયાનો દુરુપયોગ થતો અટકે તે માટે રાજકોટ સાયબર ક્રાઇમ સતર્ક બની છે. ચૂંટણી સંદર્ભે સાયબર ક્રાઇમ દ્વારા ખાસ કરી કોઈ ખોટી અફવાઓ, ખોટા મેસેજ તેમજ ખોટા સમાચાર વાઇરલ ન થાય તે માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. આ માટે કંટ્રોલ રૂમ પર ખાસ વોચ ગોઠવવામાં આવી રહી છે. જેમાં એક ઙજઈં અને 5 કોન્સ્ટેબલ રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ કરી રહ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતા અમલમાં આવી ચૂકી છે. સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો કોઈ પણ સમાચાર કે પોસ્ટનું તથ્ય જાણ્યા વિના પોસ્ટ વાઇરલ ન કરે તે માટે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. આજનો યુવા વર્ગ ઉત્સાહમાં આવીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ડોહળાઇ તેવા ફેક મેસેજ અન્ય ગ્રુપમાં ફોરવર્ડ ન કરે તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઇ છે અને સતત 24 કલાક પોલીસ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર રાખી રહી છે.
ચૂંટણીને લઈ સ્પેશિયલ સ્ક્વોડ કાર્યરત
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ચૂંટણી સંદર્ભે સ્પેશિયલ સ્કોડ કાર્યરત છે. જેમાં એક ઙજઈં તેમજ 5 કોન્સ્ટેબલ રાઉન્ડ ધ ક્લોક સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ મોનિટરિંગ કરી રહ્યા છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી અઈઙ વિશાલ રબારી અને સમગ્ર ટીમ સોશિયલ મીડિયા પર પોસ્ટ થતી તમામ રાજકીય પોસ્ટ પર બાઝ નજર રાખી રહી છે. લોક પ્રતિનિધિત્વ ધારા 1956 હેઠળ ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતામા બાધારૂપ કોઈ પણ કાર્યને સખ્ત હાથે ડામી દેવાની જોગવાઈ હોય જે સંદર્ભે પણ હાલમાં સૌથી ચકચાર ફેલાવતી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર તમામ લોકોએ તકેદારી રાખવી જરૂરી બની છે.
આવા મેસેજ કરતા પહેલા ચેતજો
- Advertisement -
રાજકોટ સાયબર ક્રાઇમના અઈઙ વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ અમે સતર્ક બની સતત સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર રાખી રહ્યા છીએ. કોઈ પણ પક્ષ જ્ઞાતિ-જાતિ વિશે અફવાઓ તેમજ ખોટી માહિતી વાઇરલ ન કરે તેના પર વોચ રાખવામાં આવી રહી છે. ચૂંટણી સંદર્ભે સાયબર ક્રાઇમમાં સોશિયલ મીડિયાની એક મોનિટરીંગ ટીમની નિમણૂક કરવામાં આવી છે.