બાવેજા સ્ટુડિયોઝના IPOને જબ્બર પ્રતિસાદ: ગ્રે માર્કેટમાં 40થી 42 રૂ. પ્રતિ શેર પ્રીમિયમ
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈ સ્થિત બાવેજા સ્ટુડિયોઝ લિમિટેડ ફિલ્મ નિર્માણ અને વિતરણ ક્ષેત્રે રોકાયેલી છે. હેરી બાવેજા દ્વારા સ્થાપિત આ કંપનીએ બોલીવુડમાં અનેક મોટી બ્લોકબસ્ટર હિટ્સ આપેલી છે અને ફિલ્મોમાં મોટું નામ ધરાવે છે. કંપની પાસે હિન્દી અને પંજાબી ફિલ્મો બનાવવાનો લાંબો ઈતિહાસ છે અને વ્યાપક ફિલ્મ લાઈબ્રેરી ધરાવે છે. ચાર સાહિબઝાદે, લવ સ્ટોરી 2050, કયામત, ભૌકાલ કંપનીના કેટલાક લોકપ્રિય પ્રોડકશન્સ છે. કંપની ફિલ્મોના અધિકારોના વેપારમાં પણ રોકાયેલ છે. જ્યાં નિર્માતાઓ પાસેથી મૂવી સાથે જોડાયેલા અધિકારો ખરીદે છે અને આગળ પ્રદર્શકો- સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તેનો વેપાર કરે છે. કંપનીના પ્રમોટર જાણીતા બોલીવુડ અભિનેતા હરમન બાવેજા છે.
કંપની તેની શરૂઆતથી જ મોશન પિકચર પ્રોડશનના ક્ષેત્રમાં સતત વિકાસ કરી રહી છે. કંપનીએ 22થી વધુ પ્રોજેક્ટસનું નિર્માણ કર્યું છે. કંપનીએ અસંખ્ય ઓસ્કાર વિજેતા સ્ટુડિયો સાથે સહયોગ કર્યો છે, જેમ કે ઉગઊૠ, ઠઊઝઅ ડિજિટલ, રાઈઝિંગ સન પિકચર્સ, જ્હોન કોક્સ વગેરેનો સમાવેશ થાય છે. ફિલ્મો બનાવવાના પ્રાથમિક ઉદ્દેશ્યો ઉપરાંત વિવિધ ડેરિવેટિવ્સને સાથે રાખીને ફિલ્મોના આઈ.પી.ને વિસ્તૃત કરવાનો ધ્યેય રાખે છે. જેમાં માટે કંપની રિમેક, સિકવલ્સ અને- અથવા પ્રિકવલ્સ (ચાર સાહિબઝાદે, 2, વિદેશી ભાષાના ક્ધટેન્ટ પુન:નિર્માણ, સ્ટેજ નાટકો)નો સમાવેશ થઈ શકે છે. કંપની ઈબુક્સ (હાલમાં ઉત્પાદનમાં), કોમિક બુકસ, પ્રિન્ટ પબ્લિકેશન્સ, ગેમ્સ (સુપર વી), મર્ચેન્ડાઈઝિંગ, વિવિધ ફોર્મેટમાં અનુકૂલન પણ કરી રહી છે.
કંપની તેની કાર્યકારી મૂડીની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ હેતુના ખર્ચને પહોંચી વળવા માટે રૂા. 90 કરોડ જેટલી અંદાજિત કિંમતનો પબ્લિક ઈશ્યુ લાવી રહી છે. કંપનીનો ઈશ્યુ આ મહિનાના અંત સુધીમાં નક્કી થાય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. કંપનીએ પબ્લિક ઈશ્યુ માટે ફેડેક્સ સિક્યુરિટીઝ લિમિટેડને લિડ મેનેજર નિયુક્ત કરેલ છે. ઈશ્યુમાં 40,00,000 ફ્રેશ ઈક્વિટી શેર અને 14,00,000 શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપનીએ માર્ચ 2023માં રૂા. 77.39 કરોડના વેચાણ સામે રૂા. 7.96 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ઊઇઈંઝઉઅ 12.22%ના માર્જીન સાથે રૂા. 9.02 કરોડ રહ્યું છે. નાણાંકીય વર્ષ 2023 માટે કંપનીની કુલ આવક 86.20% વધી છે જે નાણાકીય વર્ષ 2022 માટે રૂા. 40.96 કરોડ હતી. કંપની પાસે 6 ફિલ્મો પ્રોડકશન હેઠળ છે અને બીજી 7 પ્રી-પ્રોડકશન સ્ટેજ હેઠળ છે. આ મેગા ઈસ્યુ ઘણો જ આકર્ષક જણાઈ રહ્યો છે.
- Advertisement -
બાવેજા સ્ટુડિયોઝની પબ્લિક ઈશ્યુથી રૂ. 97.20 કરોડ એકત્રિત કરવાની યોજના
ડાયનેમિક ફિલ્મ-મેકિંગ ક્વોલિટી અને ઇનોવેટિવ સ્ટોરીટેલિંગ પ્રેક્ટિસ માટે જાણીતા ક્ધટેન્ટ પ્રોડક્શન સ્ટુડિયો બાવેજા સ્ટુડિયોઝ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્ર્યૂથી રૂ. 97.20 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્ર્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ પબ્લિક ઇશ્ર્યૂ 29મી જાન્યુઆરીએ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને પહેલી ફેબ્રુઆરીએ બંધ થશે. પબ્લિક ઇશ્ર્યૂમાંથી મળનારી રકમનો કાર્યકારી મૂડી જરૂરિયાતો પૂરી કરવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ફંડ પૂરું પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે. ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્ર્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે. રૂ. 10ના દરેક એવા ફેસ વેલ્યુના 54 લાખ ઇક્વિટી શેરના આઈપીઓમાં 40 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્ર્યૂ અને 14 લાખ ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્ર્યૂ માટે શેરદીઠ રૂ. 170-180 નો પ્રાઇઝ બેન્ડ (ઇક્વિટી શેરદીઠ રૂ. 160-170ના પ્રિમિયમ સહિત) નક્કી કર્યો છે. કંપની પબ્લિક ઇશ્ર્યૂથી રૂ. 97.20 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. એપ્લિકેશન માટે લઘુતમ લોટ સાઇઝ 800 શેર્સની છે જેનું મૂલ્ય પ્રતિ એપ્લિકેશન રૂ. 1.44 લાખના રોકાણ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર અને એચએનઆઈ ક્વોટા અનુક્રમે ઇશ્ર્યૂના લઘુતમ 35% અને 15% રાખવામાં આવ્યો છે જ્યારે ક્યુઆઈબી ક્વોટા ઇશ્ર્યૂના મહત્તમ 50% પર રાખવામાં આવ્યો છે.