ગિરનાર અંબાજી મંદિરના બ્રહ્મલિન મહંતની પાલખી યાત્રા સમયે વિખવાદ
ભવનાથમાંથી હરીગીરીને કાઢીશ નહીં ત્યાં સુધી સમાધિએ શ્રદ્ધાંજલિ નહિ આપું : મહેશગીરી બાપુ
- Advertisement -
ગિરનાર શક્તિ પીઠ અંબાજી મંદીરની ગાદી હડપ કરવા કાવાદાવા શરૂ
મહંત તનસુખગિરિ બાપુ બ્રહ્મલિન થતા સંતો-શિષ્યોમાં વિવાદ વકર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ગિરનાર પર્વત પર આવેલ શક્તિ પીઠ અંબાજી મંદિર, ગુરુ શિખર અને ભીડભંજન મહેદવ મંદિરના શ્રીમહંત તનસુખગીરી બાપુની નાદુરસ્ત તબિયતના લીધે દેવલોક પામ્યા બાદ ગત રોજ બાપુની વાજતે ગાજતે પાલખી યાત્રા સાથે સમાધિ આપવાની હતી એ સમયે પાલખી યાત્રા અને સમાધી આપે તે પેહલા સંતો અને શિષ્યો વચ્ચે વિખવાદ શરૂ થયો હતો અને અંબાજી મંદિરના હવે પછી ગાદીપતિ કોણ એ વાતને લઈને જાહેરમાં વિવાદ વકર્યો હતો ત્યારે એક વાત તો ચોક્કસ સામે આવે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે થોડા સમય પેહલા સનાતન ધર્મની વાતને લઈને એક જાહેર મંચ પરથી કહ્યું હતું કે, બટેગે ગે તો કેટેગે આ નિવેદન બાદ દેશ ભરમાં રાજકીય અને સનાતન ધર્મના ધર્મગુરુ માટે ચર્ચાનો વિષય બન્યો હતો પણ આજે જયારે ગિરનાર અંબાજી મંદિરની ગાદી માટે જાહેરમાં લડાઈ શરુ થઇ છે ત્યારે સનાતન ધર્મની ધરોહરના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. અંબાજી મંદિરના શ્રીમહંત તનસુખગિરી બાપુની નાદુરસ્ત તબિયતના કારણે વધુ સારવાર અર્થે જયારે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી એ સમયે હોસ્પિટલમાં તનસુખગિરી બાપુની નાદુરસ્ત તબિયત સમયે સેવકો, મહેશગીરી અને ડોક્ટરની ઉપસ્થિતિમાં જે લખાણ પટ્ટી થઇ હોવાની વાતને લઈને વિવાદ વકર્યો હતો એ સમયે ભીડભંજન જગ્યામાં ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુ અન્ય સંતો મહંતોની ઉપસ્થિતિ ચર્ચાઓ શરુ થઇ હતી અને કહ્યું હતું કે, હોસ્પિટલમાં જે કઈ પણ લખાણ પટ્ટી થઇ છે તે ગેર કાનૂની છે.અને આ બાબતની તપાસ કરીશું અને છેક દિલ્હી સુધી તપાસ થશે વધુમાં કહ્યું કે, સેવકો ભલે દબાયા પણ અમે નહીં દબાઇએ સમાધિ ચેલો બનાવવાનો અમને અધિકાર છે.એક નહિ દશ ચેલા પણ બનાવીયે અને મહંત નક્કી કરવાનો અમારો અધિકાર છે.
ભવનાથ મંદિરમાંથી હાંકી કાઢ્યા તેમના ખોળે બેસી ગયા : મહેશગિરિ બાપુ
અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા વિખવાદ શરૂ થયો હતો તે સમયે પાલખી યાત્રા છોડીને ગિરનાર છાયા મંડળના મહંત મહેશગીરીબાપુએ સમગ્ર બાબતે પોતાની પ્રતિક્રીયા આપી હતી અને કહ્યુ હતુ કે, તનસુખગીરીબાપુને કોઇ સીધો ચેલોનથી સંન્યાસ પરંપરામાં સુખડ પરંપરા હોય છે જેમાં સીધો ચેલો નથી મુંડતા દત્તક લેવામાં આવે છે. તનસુખગીરીબાપુએ મારી ચોટી કાપીને મને દત્તક લીધી હતી. ત્યારે હરિગીરી મહારાજ ન હતા મારી દીક્ષા થઇ ત્યારે રાણપુર ગામ સાક્ષી હતુ. સહિ સિકકાની વાત છે તો તનસુખગીરીબાપુ અસ્વસ્થ હતા ત્યારે મને ઘ્યાન રાખવાનું કહ્યુ હતુ. જયારે સહી સિકકા ડોકટરો, સાક્ષીઓ અને સીસીટીવીકેમેરાની સામે થયા છે કિશોરભાઇને મે બોલાવ્યો હતો જયારે યોગેશગીરીને હું લઇને ગયો હતો. આ બધાની સાક્ષીમાં સહિ સિકકા થયા ત્યારે નકકી થયુ હતુ કે, જે નકકી થાય તેમાં મહેશગિરીની સાથે રહેશુ. બાદમાં લાલચ આપી હોઇ બદલાઇ ગયા લાગે છે. જેમણે તનસુખગીરીબાપુને ભવનાથમાંથી હાંકી કાઢ્યા તેમને ખોળે બેસી ગયા છે. તળેટીમાં કેટલીય જગ્યાએ જેના વિલ થઇ ગયા, ચેલા મુંડી નાખ્યા તેને ઉપાડીને પોતાના લોકોને બેસાડી દેવાયા છે. હું પાલખી યાત્રા છોડીને આવ્યો છુ પરંતુ સંકલ્પ લઉ છુ કે, જયા સુધી ભવનાથમાંથી હરિગીરીને કાઢીશ નહી ત્યાં સુધી સમાધિએ શ્રઘ્ધાંજલી આપીશ નહી. હરિગીરી સાથે હવે સીધી લડાઇ લડીશ. અખાડો નથી. હું પુરાવા રજુ કરીશ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. ગિરનાર, સનાતન ધર્મ, સત્ય, ગુરૂ પરંપરાને બચાવવા જેની પણ સામે લડવુ પડશે લડીશ. કારણ કે ગીતામાં કહ્યુ છે કે, હકક માટે રડવાનું નહી પરંતુ લડવાનું હોય છે માટે લડીશ.