ડેમો ઓવરફલો નદીઓ ગાંડી તૂર લીલા દુકાળની ભીતિ
મધુવંતી નદીમાં ઘોડાપુર પાણી આવી જતા ડાઇવર્જનનો એક ભાગનું ધોવાણ
- Advertisement -
જિલ્લાના 14 ડેમો ઓવરફલો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસતા બારેમાઘ ખાંગા થયા છે જિલ્લામાં ભારે વરસાદના લીધે 14 ડેમો ઓવરફલો થયા છે ત્યારે જિલ્લાની તમામ નદીઓ ગાંડી તૂર બની છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.મેંદરડા તાલુકાનો મધુવંતી ડેમ પણ ઓવરફલો થયો છે.આજે મધુવંતી નદીમાં ઘોડાપુર પાણી આવી જતા ડાઇવર્જન પુલ પરથી 4 ફૂટ ધસમસતું પાણી જોવા મળ્યું હતું અને રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી અને એક બાજુ ડાઇવર્જનના એક ભાગનું ધોવાણ થયું હતું જોકે બાજુમાં બની રહેલ નવા પુલનું કામ સમય મર્યાદામાં પૂર્ણ નહિ થતા સ્થાનિક લોકોને મેંદરડા કેશોદ જવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
- Advertisement -
ભારે વરસાદના પગલે જિલ્લા પોલીસ વડાએ વિલિગ્ડન ડેમ મુલાકાત સાથે પોલીસને એલર્ટ કરી
મેંદરડા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકશાન
જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થતા અનેક ગામોમાં પાણી ઘુસ્યા
SP હર્ષદ મેહતા અને પોલીસ કર્મીઓ પાણીમાં ફસાયેલ લોકોની વ્હારે આવ્યા