બૅન્કો ખુદ ન્યાયમૂર્તિ બની શકે નહીં : મૂળભૂત અધિકારોનો પણ ભંગ થાય છે
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ, તા.27
- Advertisement -
ધિરાણના ડિફોલ્ટર સામે પગલા લેવામાં હવે બેન્કોને પણ બાકીદાર વિદેશ નાસી જાય નહી તે હેતુથી લુકઆઉટ સકર્યુલર જાહેર કરવાની કેન્દ્ર સરકારે આપેલી સતા પર મુંબઈ હાઈકોર્ટે પ્રશ્ન ઉઠાવતા સીધો પ્રશ્ન પૂછયો હતો કે બેન્ક જ ન્યાયમૂર્તિ અને બેન્ક જ આદેશનો અમલ કરનાર બની રહી છે.
હાઈકોર્ટે બેન્કોને લુકઆઉટ સકર્યુલર આપવાથી બેન્કોની સતાને રદ કરી હતી અને તેથી જણાવ્યું હતું કે, બંધારણની કલમ 21 મુજબ દેશના નાગરિકોને જે વ્યક્તિગત સ્વતંત્રતા અને વિદેશ પ્રવાસનો જે હકક અપાયો છે તે ફકત એક અમલદારી આદેશથી રદ કરી શકાય નહી.
મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ તથા માધવ જામદારની ખંડપીઠે બેન્કોને લુકઆઉટ સકર્યુલર જાહેર કરવા માટે જે સતા આપી છે તેને પડકારતી રીટ અરજી પર આ ચૂકાદો આપ્યો છે. સામાન્ય રીતે આ પ્રકારની સતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે જ છે અને વિવિધ એજન્સીઓ તેના હેઠળ આ પ્રકારની લુકઆઉટ સકર્યુલર જાહેર કરી શકે છે.
- Advertisement -
હાઈકોર્ટે જણાવ્યું કે, બેન્કના અધિકારીઓને આ પ્રકારની સતાએ મૂળભૂત અધિકારોમાં જે સમાનતાનો પણ અધિકાર છે તેને પણ નજર અંદાજ કરવામાં આવ્યો છે. બેન્કે ન્યાયના બે મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ કર્યો છે. એક તો કોઈ વ્યક્તિ તેના જ કારણ (હેતુ) માટે તે ન્યાયમૂર્તિ બની શકે નહી અને બીજો આ પ્રકારની સતામાં કુદરતી ન્યાયનો સિદ્ધાંત પણ મેળવાયો નથી. બેન્કે આ પ્રકારે લુકઆઉટ સકર્યુલર જાહેર કર્યા પુર્વે જે તે વ્યક્તિને તેની રજુઆત કરવા માટે કોઈ તક આપી ન હતી. જાહેર ક્ષેત્રોની બેન્કો જે રીકવરી માટે પણ વિશાળ સતા ધરાવે છે તેને આ રીતે એકતરફી સતા આપી શકાય નહી.
લુકઆઉટ નોટીસ એ ન્યાયતંત્ર અને કાનૂન બન્નેને બાયપાસ કરવા જેવું ગણાશે. કેન્દ્ર સરકારમાંથી એવી દલીલ કરવામાં આવી હતી કે બેન્કોને બહુ અપવાદરૂપ સમયે અને કેસમાંજ આ પ્રકારની સતા આપવામાં આવી છે અને તે જાહેરહિતમાં જરૂરી છે પણ હાઈકોર્ટ બેન્કોના ચેરમેન તથા મેનેજીંગ ડિરેકટર અને ચીફ એકઝીકયુટીવ ઓફિસરને અપાયેલી આ સતા રદ કરી હતી.