ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ શ્રીરામ મંદિર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વેરાવળમા બંદર રોડ વેપારી એસોસિએશન દ્વારા અયોધ્યા નગરીનું નિર્માણ તેમજ વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજેલ જેમાં એસો.પ્રમુખ મુકેશભાઈ ચોલેરા, પ્રભુદાસભાઈ ફોફડી, ધર્મેન્દ્રભાઈ ટીલાવત, મહેશ ગોહેલ સહિતના વેપારીઓની અનોખી પહેલ કરેલ.
આ અવસર પર બંદર રોડને ભગવા રંગની કમાન, રોશની, ધજા પતાકા, રોડ ઉપર બંને સાઈડ રંગોળી તેમજ ભગવાન શ્રીરામના કટ આઉટ ઉભા કરી અયોધ્યા નગરી ઊભી કરવામાં આવી બંદર રોડ પરના વેપારીઓએ અયોધ્યાના મુખ્ય કળશને સોમનાથથી લાવેલ ત્યારે શહેરના રાજકીય, સામાજિક, વેપારી આગેવાનોએ ભગવાન શ્રીરામની શોભાયાત્રામા ખાસ ઉપસ્થિત રહી વેરાવળ ક્ધયા શાળાની 551 બાળાઓને ભોજન કરાવી આશીર્વાદ લીધા ભગવાન શ્રીરામના વિવિધ રૂપના દર્શન કરાવી સમગ્ર વેરાવળને અયોધ્યા જેવું જ વાતાવરણ ઊભું કરી શ્રીરામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યા નગરીના દર્શન કરાવ્યા હતા.