રાજકોટમાં સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ, પોલીસ ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોના ઉપયોગ થકી થઇ શકતી દેશવિરોધી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવાના આશયથી રાજકોટ શહેર પોલિસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ અંગેનો આદેશ જાહેર કરેલ છે, જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનરના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં સૈન્ય, સશસ્ત્ર દળોના ગણવેશ, પોલીસ ગણવેશ તથા તેની સાથે સમાનતા ધરાવતા વસ્ત્રોનું વેચાણ અને તેનો ઉપયોગ પ્રતિબંધિત છે.
આ આદેશો તા.1 નવેમ્બર થી 31 ડીસેમ્બર સુધી અમલમાં રહેશે, જેનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.