ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ લોકસભા ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેના ટેકેદારો દ્વારા પોસ્ટર, બેનર્સ, હોર્ડિંગ્સ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચારમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તથા ચૂંટણીમૂકત, ન્યાયી તથા પારદર્શક રહે અને ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેર મિલ્કતને નુકશાન પહોંચાડીને બગાડ કરતો અટકાવવા માટે ચૂંટણી પ્રચારના બોર્ડ/બેનર્સ ના ઉપયોગ નિયંત્રીત કરવા જરૂરી જણાય છે. જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ધી પ્રીવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ-1984 હેઠળ સમગ્ર જૂનાગઢ જિલ્લાના હદ વિસ્તારમાં ઉપરોકત ચૂંટણી દરમ્યાન ચૂંટણી લક્ષી જાહેરાત, પાટીયા, બેનર્સ, કટ આઉટ મુકવા વિગેરે માટે નીચેની બાબતોનો અમલ કરવા હુકમ કર્યો છે.જેમા કોઈપણ જાહેર મિલકત/જાહેર જગ્યા પર દિવાલ પર લખાણ કરવા, પોસ્ટર્સ/કાગળો ચોંટાડવા અથવાકોઈપણ રીતે નુકશાન કરવા અથવા લખાણો, જાહેરાતના પાટીયા, ઝંડા વગેરે લગાડવા/પ્રદર્શિત કરવા દેવામાં આવશે નહીં.
- Advertisement -
આમ છતાં, જો સ્થાનિક કાયદાઓ, ચુકવણી કરીને કે અન્ય રીતે આવા હેતુઓ માટે ખાસ કરીને મુકરરકરવામાં આવેલા જાહેર સ્થળે જાહેર ખબરનાં સૂત્રો લખવાની, પોસ્ટર્સ, વગેરે પ્રદર્શિત કરવાની કે લખાણો,પાટિયા ઝંડા વગેરે લગાડવાની રજા કે છૂટ આપતા હોય તો, કાયદાની પ્રસ્તુત જોગવાઈઓ પ્રમાણે અનેકોર્ટના આદેશોને ચુસ્તપણે આધિન રહીને એમ કરવા દેવાની રજા આપવી. એ બાબત સુનિશ્ચિત કરવી કેઆવી કોઈ જગ્યા 52 કોઈ અમુક પક્ષ (પક્ષો) અથવા ઉમેદવાર(રો)નું વર્ચસ્વ/ઈજારો ન હોય. તમામ પક્ષો અને ઉમેદવારોને આ બાબતમાં સમાન તક આપવી.આ હુકમ સમગ્ર જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં હુકમની તારીખથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે.