ધાર્મિક સરઘસની ડ્રોન, સીસીટીવી અને બોડી કેમેરાથી વિડિયોગ્રાફી કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ધાર્મિક સરઘસમાં વીડિયોગ્રાફી અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની માંગ કરતી અરજી સંદર્ભે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને જણાવ્યું છે કે, ધાર્મિક સરઘસમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકાશે.
ધાર્મિક સરઘસની ડ્રોન, સીસીટીવી અને બોડી કેમેરાથી વિડિયોગ્રાફી કરવામાં આવશે. ધાર્મિક સરધસ પહેલા જ અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવશે. સંવેદનશીલ સ્થાનો પર વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. આખા વર્ષ દરમિયાનનું ધાર્મિક તહેવારોનું કેલેન્ડર તૈયાર કરાશે. આ કેલેન્ડર પ્રમાણેનું ધાર્મિક સરધસના રૂટ અને મેપ તૈયાર કરીને આખા વર્ષ માટેની આગોતરી તૈયારીઓ કરાશે.