એક પ્રખર હરિભક્તે વડતાલ ધામને લખેલાં પત્રનો ભાગ-2
બાલકૃષ્ણ શાસ્ત્રી તમામ દેવ-દેવીઓ, સંતો, સદ્ગુરુઓ, આચાર્ય મહારાજની નિંદા કરે છે
- Advertisement -
સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના પ્રખર હરિભક્તે વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેમના સંલગ્ન આશરે અઢીસો જેટલા મંદિરોમાં ત્રણ પત્ર લખી મોકલ્યા હતા જેની વિગત ગઈકાલે સોમવારે ‘ખાસ-ખબર’માં પ્રકાશિત કરવામાં આવી હતી. આજે આ પત્રનો બાકીનો ભાગ અક્ષરશ: નીચે મુજબ છે.
વંદનીય ઘનશ્યામ સ્વામી અમો તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ તમો આ અંધ પરંપરાને રોકો તથા ઉપાસનાને ખંડિત ન થવા દો અને તમો જ તેને કોઈપણ પ્રકારનો સહયોગ આપશો તો સ્વામિનારાયણનો સિદ્ધાંત ટૂંક સમયમાં જ લુપ્ત થઈ જશે. ઉપાસનાના જ વિષયો ભોગવવાની એક કાયદેસરતા સ્થાપિત થશે અને બીજા જે સદ્ગુરુઓ સાધુતાથી સદ્ગુરુ તરીકે પૂજાય છે તેને પણ સ્વામિનારાયણ તરીકે પૂજાવાના કોડ જાગશે, આ બધું કેટલી ઝડપથી પ્રસરશે કે તેને રોકી શકાશે નહીં. ઈતિહાસ ગવાહ છે કે આજસુધીના બધા જ સંપ્રદાયનું પતન બીજા સંપ્રદાયથી નહીં પણ પોતાના સંપ્રદાય થકી જ થયું છે. આજે વાત નજરઅંદાજ કરવામાં આવે પણ ધાર્મિક ઈતિહાસ તપાસવામાં આવે તો સંપ્રદાયનું પતન તેની ઉપાસના અને મૂળ સિદ્ધાંતને ઉધઈ લાગવાથી જ થાય છે અને તેના બીજ શાસ્ત્રીએ રોપી દીધા છે, અંકુર ફૂટી ગયા છે તેને રોકવામાં નહીં આવે તો વટવૃક્ષ થયા વિના રહેશે નહીં.
મને માનશી પૂજા શ્રીજી મહારાજની નહીં પરંતુ પોતાની કરવા કહેલ છે અને વિશેષ સમજવા એક હરિભક્ત પાસે મોકલેલ. તેણે સમજાવેલ કે આપણને પ્રગટ સ્વામી મળ્યા છે મહારાજ તો પરોક્ષ છે સંપ્રદાયની રીત પ્રમાણે મહારાજની મૂર્તિ રાખવી પડે પણ તેમાં ભાવના તો સ્વામીની જ કરવાની.
શાસ્ત્રી સ્વામીનું સાચું સ્વરૂપ: (1) શાસ્ત્રી એક ખંધા જાડી ચામડીના લાગણીવિહીન રાજકારણી છે તેને હરિભક્તોની કોઈ પરવા નથી તેની નીતિ અંગ્રેજ જેવી છે. (2) હરિભક્તોના કુટુંબમાં, ઘરમાં ઝગડા કરાવી પોતાનો રોટલો શેકવો આ તેની નીતિ છે. હરિભક્તોના ખિસ્સા ખાલી કરાવવામાં માહેર છે.
‘હરિભક્તોના કુટુંબમાં, ઘરમાં ઝઘડાં કરાવી પોતાનો રોટલો શેકવો આ તેની નીતિ છે, હરિભક્તોના ખિસ્સાં ખાલી કરાવવામાં માહેર છે’
(3) પોતે એક સારા વિદ્વાન છે પણ તે વિદ્વતાનો ઉપયોગને પોતાના અંહકારને પોષવામાં બીજાને નિમ્ન બતાવવામાં અને કપટ કરવામાં કરે છે. આ વિદ્વતાના કપટથી તે સંપ્રદાય તથા સાધુ તથા આચાર્ય મહારાજશ્રીને ભ્રાંતિમાં રાખે છે. (4) બીજા મંડળના હરિભક્તોમાં સદ્ગુરુની લીટી ટૂંકી કરી તેના ગુરુનો અવગુણ કે ન્યુનતા બતાવી પોતાની મહત્તા સિદ્ધ કરી પોતાના મંડળમાં જોડવામાં માહેર છે પણ નિભાવી શકવામાં કાચા છે. (5) ત્યાગી તથા હરિભક્તો તથા હિટલરી શાસન ચલાવી ભય ફેલાવે છે. આશીર્વાદ તો ફળતા નથી કુરાજીપાના ભય વડે વાડામાં ઘેટા પુરે તેમ પુરી રાખે છે. (6) તમામ દેવ-દેવીઓ, સંતો, સદ્ગુરુઓ, આચાર્ય મહારાજશ્રીની નિંદા કરે છે. (7) વાકચાર્તુયથી બધાંને ભ્રાતિમાં નાખે છે. (8) કોઈની પ્રશંસા ક્યારેય પણ કરી શકે નહીં, હા, દેખાડો જરૂર કરે. (9) વાતોમાં એવી વિશ્ર્વકળા કે કોઈ અસલીરૂપ જાણી શકે નહીં.
સાત સવાલ:
(1) ઉત્સવમાં પડદા બંધવવાનું બંધ કરે કા ભોગવવું બંધ કરે.
(2) કા આચરણ સુધારે કા સંપ્રદાયના શ્રેષ્ઠ સદ્ગુરુ થવાનું બંધ કરે.
(3) રાજકોટમાં ઉતારો હોવા છતાં એક હરિભક્તને ઘરે જ ઉતારો કેમ કરે છે? તેનું રાજ શું છે?
(4) અમદાવાદમાં એક હરિભક્તે 17 વર્ષ ઉતારા કરવા આપ્યો પછી ના પાડી તેનું રહસ્ય શું છે?
(5) બ્લ્યુ ફિલ્મો જોવાનું બંધ ક્યારે થશે?
(6) અનેક દીકરીઓને નહીં ગૃહસ્થાશ્રમની આજ્ઞા નહીં ત્યાગાશ્રમની આજ્ઞા એવું શા માટે?
(7) મહિમાવાળા હરિભક્તો દ્વારા કાલ્પનિક પરચાઓ કહી કાલ્પનિક ઐશ્ર્વર્ય શા માટે ઉભું કરવું પડે છે?
શાસ્ત્રી હજુ પણ પાછા નહીં વળે તો તે તો અધોગતિને પામશે પણ તેને જે સ્વામિનારાયણ માને છે તે બાવળા સત્સંગીના શું હાલ થશે? આનો વિચાર થતાં જ મારાથી ચૂપ રહેવાતું નથી. આ કાર્યને રોકવું તે કામ તમારા સંતોનું છે. તમો શ્રીજી મહારાજના સંતાન છો તમારા બાપની જગ્યાએ બીજો બાપ બની જાય તે તમે કેમ સહન કરી શકો? તેને મૂળ સંપ્રદાયમાંથી બહાર મૂકો પછી જે કરવું હોય તે કરે.
અમારો ઈરાદો:
બીજું મને શાસ્ત્રી સામે કોઈ રાગદ્વેષ નથી, મારામાં ખોટ હોય ને બદનામ કરવાનો ઈરાદો હોય તો હું પ્રેસ કે મીડિયા સામે પણ જઈ શક્યો હતો. તેને બદલે હું શાસ્ત્રી પાસે જ ગયો પણ તે લાજવાને બદલે ગાજે છે, દબાવી દેવા માગે છે. હું તો હરિભક્તોનું હિત ઈચ્છું છું. આ સિદ્ધાંતને સહી લઉં તો શ્રીજી મહારાજનો ગુનેગાર બનું. ઈતિહાસ મને માફ ન કરે.
સંપ્રદાયના તમામ પદાધિકારીઓ, આચાર્ય મહારાજશ્રી સદ્ગુરુઓ, સંતો દરેકને આ પત્ર મોકલીશ. રૂબરૂ મળવા માંગશે તેને રૂબરૂ મળીશ. તેના તમામ સંશયો દૂર કરીશ અને કોઈ યોગ્ય પરિણામ નહીં આવે તો તમામ હરિમંદિરે તથા ગામડે ગામડે સત્સંગને પત્ર મોકલીશ. અંતે પ્રેસ અને મીડિયામાં જઈશ મારું જે કરવું હોય તે કરે પણ ડરથી મહારાજની ઉપાસના ખંડિત થતી રોકવા તમામ પ્રયત્નો કરીશ. આ બધું મેં શાસ્ત્રી સ્વામીને કીધેલું છે કે હું આમ કરીશ. હું સીધો પ્રેસ પાસે એટલા માટે નથી જતો કે શાસ્ત્રીની સાથે સાથે સંપ્રદાયની પણ બદનામી થાય. અમારો ઈરાદો કોઈને બદનામ કરવાનો નથી, સુધારો કરવાનો છે.
અંતમાં, તમામ સંતો, સદ્ગુરુઓ, પદાધિકારીઓ, સત્સંગીઓ તેમજ શ્રીજી મહારાજના સ્વરૂપશ્રી આચાર્ય મહારાજશ્રીને નમ્ર વિનંતી-
(1) શાસ્ત્રીના ઉત્સવ સામૈયામાં જવું નહીં, તેને તમારા ઉત્સવ સમૈયામાં આમંત્રણ આપવું નહીં.
(2) તેના મંદિરોની પ્રાણ-પ્રતિષ્ઠા કરવી નહીં.
(3 તેના શિષ્યોને સાધુ કરવા નહીં.
(4) સામુહિક નિર્ણય લઈ તેને સંપ્રદાયની બહાર મૂકવા.
(5) ફરેણીમાં બનાવેલ દેરીને દૂર કરાવવી.
(6) મત, સ્નેહ, સંબંધ પ્રતિષ્ઠા, માન, ઈત્યાદિકની લાલચ રાખ્યા વિના એક શ્રીજી મહારાજની શુદ્ધ ઉપાસનાનો વિચાર કરવા નમ્ર નિવેદન.