ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં ત્રણ ખાદ્યચીજોનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. વિજય પ્લોટ શેરી નં. 10માં આવેલા બાલાજી નમકીન એન્ડ સમોસા, અંકુશ ખમણ હાઉસ અને કભી ભી કેકને ત્યાં વાસી ફૂડનો જથ્થો મળી આવ્યો છે તેમજ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ગોંડલ રોડ, વિજય પ્લોટ શેરી નં. 10 કોર્નર પાસે આવેલા બાલાજી નમકીન એન્ડ સમોસા પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલો વાસી કચોરી, સમોસાનો મસાલો તથા યોગ્ય લેબલીંગ વગરની પેક્ડ છાશ મળીને કુલ અંદાજિત 32 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ સુભાષનગર મેઈન રોડ જુની આમ્રપાલી સિનેમા પાસે, રૈયા રોડ પાસે આવેલા અંકુશ ખમણ હાઉસ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ લોટમાં જીવાત મળી આવતા અંદાજિત 10 કિ.ગ્રા. જીવાતવાળો અખાદ્ય લોટ સ્થળ પર નાશ કરવામાં આવેલો હતો.
સર્વેલન્સ ચેકીંગ દરમિયાન અમીન માર્ગ પાસે કભી ભી કેક પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ 10 નંગ વાસી અખાદ્ય પફ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો અને પેઢીને હાઈજેનિક કંડીશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના ભગવતીપરા મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલી. જેમાં 11 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સંજરી એજન્સી, જયશંકર ચીકી સેન્ટર, ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ, વિમલભાઈ પુરી-શાકવાળા, ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, જય અંબે કિરાણા ભંડાર, મોમાઈ પ્રોવિઝન સ્ટોર, રાધે એજન્સી, શિવ ઘુઘરા, નીક ફૂડ્સ અને કાના નાસ્તા સેન્ટરને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા મહાકાળી ફરસાણ, શ્રી સતગુરુ પ્રોવિઝન સ્ટોર, શ્રી સ્વામિનારાયણ ડેરી ફાર્મ, ઝમઝમ બેકરી એન્ડ શોપ, જોકર ગાંઠીયા, ભગવતી ફરસાણ, શાહી બેકરી, કાદરી કેટરર્સ, કે.જી.એન. કેટરર્સની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 03 નમૂના લેવામાં આવ્યા હતા જે સ્વિન્સ્ટા એન્ટ. પ્રાઈવેટ લિમિટેડ, આર. વર્લ્ડ સામે, એસ.એસ. એનેક્સ શોપ નં. જી-1ને ત્યાંથી લેવામાં આવ્યા હતા. જેમાં હલ્દીરામ કોકોનટ ડાયફ્રુટ ગુંજીયા, બી.સી. ભીખારામ ચંદમલ માવા ડ્રાયફ્રુટ ગુંજીયા તેમજ સાંચી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.
બાલાજી નમકીન એન્ડ સમોસામાંથી વાસી કચોરી, અંકુશ ખમણ હાઉસનો લોટ જીવાતવાળો અને કભી ભી કેકમાં અખાદ્ય પફ મળી આવ્યા