ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના હાર્દ સમા યાજ્ઞીક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલ રાજમંત્રા (રાજમંદીર) કોબ્રીકસવાળી દુકાન પડાવી લેવા નાઈસ એન્ડ ન્યુ કપડાના શોરૂમના માલીક કલ્પેશ ઉકાણીએ ફાઈનાન્સર તેના મીત્ર હરી ગોસ્વામી સાથે મળી દુકાનની આગળ વાહનો પાર્ક કરી ધંધો ચાલવા ન દઈ ત્રાસ ગુજારી મજબુર કરવા છતા ધાર્યું ન થતા કલ્પેશ ઉકાણીએ વાહનો રાખવા બાબતે ગાળો આપી જપાજપી કરી છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ખુનની કોશીષ કરવાના ગુનામા જેલ હવાલે રહેલા કલ્પેશ પરસોતમભાઈ ઉકાણીની રેગ્યુલર જામીન અરજી રાજકોટના એડી. સેસન્સ જજે નામંજુર કરી છે.કેસની હકીકત જોઈએ તો યાજ્ઞીક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે વર્ષોથી રાજમંદીર કોલ્ડીકસ કે જે હાલ રાજમંત્રા કોલ્ડ્રીકસના નામે આવેલી છે. તેની બાજુમાં નાઈસ એન્ડ ન્યુ કપડાનો શોરૂમ આવેલો છે. જે શોરૂમને રાજમંદીર કોલ્ડીસ નડતરરૂપ હોય તે દુકાન પડાવી લેવાથી પાંચ દુકાનનું સળંગ મોઢુ થઈ શકે તેમ હોય જેથી દુકાનના માલીક કરિયાદી ચંદુભાઈ જેરામભાઈ ઠુંમરએ દુકાન નાઈસ એન્ડ ન્યુ ના માલીક કલ્પેશ ઉકાણીને સોપી આપે તે માટે દુકાન આગળ વાહનો પાર્ક કરી દઈ ગ્રાહકો દુકાન સુધી પહોંચી ન શકે અને ધંધી ચાલી ન શકે તો કંટાળી અને ત્રાસી દુકાન સસ્તામાં આપી દઈ તે માટે ઘણા સમયથી ત્રાસ ગુજારી દાદાગીરી કરવામાં આવતી હોય જેથી તા.12/08/2024 ના ફરીયાદીએ દુકાન આગળ પાર્કીંગ નહી કરવા નાઈસ એન્ડ ન્યુ ના માલીક કલ્પેશ ઉકાણીને કહેતા
- Advertisement -
પાર્કીંગ કોઈના બાપનુ નથી, તમારી દુકાન આગળ તમારા ચાહકોએ વાહન પાકીંગ કરવા નહી તેમ કહી ગાળાગાળી કરતા ફરીયાદીએ આરોપીને તેઓની દુકાન આગળ કોઈ વાહન પાર્ક કરશે નહી તકરાર નહીં કરવા સમજાવી વિનંતી કરતા હોય દરમીયાન તે જ કોમ્પલેક્ષમા દલાલીનુ કામ કરી ઓફીસ ધરાવતા આરોપી કલ્પેશ ઉકાણીના મીત્ર હરી ગોસ્વામી પણ નીચે ઉતરી કલ્પેશ ઉકાણી ની સાથે ગાળો દેવા લાગેલ અને જણાવેલ કે માથાકુટ કરશો તો જાનથી મારી નાખીશ તેમ કહી ઉશ્કેરાઈ જઈ હરી ગોસ્વામીએ ફરીયાદીને છરીથી હુમલો કરી ખુનની કોશીષ કરી ગુનો આચરતા તે સબંધેની ફરીયાદ પ્ર.નગર પોલીસ સ્ટેશનમા દાખલ કરવામાં આવી હતી. ધરપકડ થયેલાં બંને આરોપીઓ પૈકી નાઈસ એન્ડ ન્યુ ના માલીક આરોપી કલ્પેશ પરષોતમભાઈ ઉકાણીએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા રાજકોટની સેસન્સ અદાલતમાં જામીન અરજી કરી તેઓએ નહીં પરંતુ તેના મિત્ર હરી ગોસ્વામીએ છરીથી ફરીયાદીને ઈજા કરી હોય જામીન મુક્ત કરવા અરજ કરી હતી. દરમિયાન આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે. તેમજ પથમ દર્શનીય ટેકો આપતા પુરાવાનુ સ્વરૂપ, સાહેદો સાથે ચેડા થવાની સંભાવના લક્ષે લેવાના રહે જામીન મુક્ત કરવાથી આરોપી ફરીયાદીની બાજુમા જ ધંધો કરતા હોય કરી ગુનાનુ પુનરાવર્તન કરશે અને ધાક ધમકી આપી ફરીયાદી તથા નજરે જોનાર સાહેદોને નુકસાન પહોંચાડશે અને ફરી ગુનો આચરશે તેથી જામીન અરજી નામંજુર કરવી જોઈએ તેવી રજુઆત કરવામાં આવેલ. ઉપરોકત કામમાં મુળ ફરીયાદી ચંદુભાઈ ઠુંમર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાષા તથા સરકાર તરફે બીનલબેન રવેશિયા રોકાયેલ હતા.