બાબા રામદેવને ઉત્તરાખંડ સરકારની ફટકાર
સુપ્રીમ કોર્ટ બાદ પતંજલિને ઉતરાખંડ સરકાર તરફથી પણ ઝટકો લાગ્યો છે. ઉતરાખંડ ઔષધિ નિયંત્રણ વિભાગની લાયસન્સ ઓથોરિટીએ પતંજલીની દિવ્ય ફાર્મસી કંપનીની 14 પ્રોડકટસ પર બાન મૂકી દીધો છે.
- Advertisement -
આ પ્રોડકટસ પર ભ્રામક વિજ્ઞાપનના મામલે બાન લગાવાયો છે. દિવ્ય ફાર્મસીની જે પ્રોડકટસ પર પ્રતિબંધ લાગ્યો છે તેમાં શ્વાસરી ગોલ્ડ, શ્વાસરી વટી, દિવ્ય બ્રોકોમ, શ્વાસરિ પ્રવાહી, શ્વાસરી અવલેહ, મુક્તાવટી એકસ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રીટ, મધુ ગ્રીટ, મધુ નાશિની વટી એકસ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, આઈગ્રીટ ગોલ્ડ અને પતંજલી દ્રષ્ટિ આઈ ડ્રોપ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે હાલમાં જ કેટલાક ઉત્પાદનોના ભ્રામક વિજ્ઞાપન રોકવાના નિર્દેશોનું પાલન નહી કરવા બદલ પતંજલી આયુર્વેદને ફટકાર લગાવી હતી.