મનોવિજ્ઞાનમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે UGCનો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હવે કોઈ વિદ્યાર્થીને મનોવિજ્ઞાન વિષય સાથે બેચલર કે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવો હશે તો તેને ક્લાસરૂમ ટીચિંગ માટે જે તે સંસ્થામાં રૂબરૂ જવું પડશે. કોરોના દરમિયાન લોકડાઉનને લીધે લોકોની માનસિક સમસ્યાઓનું નિરાકરણ મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ થકી જ થયું હતું, જેની મહત્ત્વતા સમજી ઞૠઈએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ નિયમ દેશની સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓને પણ લાગુ પડશે. મનોવિજ્ઞાનનો વિષય ડિસ્ટન્સ લર્નિંગ, એક્સટર્નલ કે ઓનલાઇન મોડ ઉપર નહીં ભણી શકાય. કારણ કે, 12 ઓગસ્ટના UGCએ એક સર્ક્યુલર જાહેર કરી રેગ્યુલર મોડ પર મનોવિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
તાજેતરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) અને ઓનલાઈન મોડ દ્વારા ઓફર થતા સાઇકોલોજી (મનોવિજ્ઞાન) સહિતના અમુક અભ્યાસક્રમો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો અને વિદ્યાર્થીઓને વ્યવહારુ અને વ્યાવસાયિક તાલીમ પૂરી પાડવાનો છે, જે માત્ર ઓનલાઈન અભ્યાસક્રમોમાં શક્ય નથી. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ મનોવિજ્ઞાનના શિક્ષણને વધુ મજબૂત અને ઉચ્ચ ગુણવત્તાવાળું બનાવવાનો છે, જેથી આ ક્ષેત્રમાં આવતા વિદ્યાર્થીઓ સમાજમાં વધુ અસરકારક ભૂમિકા ભજવી શકે.
મનોવિજ્ઞાન એ એક પ્રાયોગિક વિષય છે. તેમાં માનવ વર્તન, સંશોધન, અને ઉપચાર જેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ પ્રયોગશાળામાં પ્રાયોગિક કાર્યો, કેસ સ્ટડીઝ અને વાસ્તવિક ક્લિનિકલ સેટિંગ્સમાં કામ કરવું જરૂરી છે. ઓનલાઈન અભ્યાસક્રમોમાં આ પ્રકારની વ્યવહારુ તાલીમ શક્ય નથી. હવે, વિદ્યાર્થીઓને ક્લાસરૂમ સેટિંગમાં વધુ સારી પ્રાયોગિક તાલીમ મળશે. પરંપરાગત શિક્ષણમાં વિદ્યાર્થીઓ સીધા જ પ્રોફેસરો અને નિષ્ણાતોના સંપર્કમાં રહી શકે છે. આનાથી તેઓ પ્રશ્ર્નો પૂછી શકે છે, ચર્ચા કરી શકે છે અને વધુ ઊંડાણપૂર્વક વિષય સમજી શકે છે.
મનોવિજ્ઞાન એક પ્રાયોગિક વિષય જે એક્સ્ટર્નલમાં શક્ય નથી: ડૉ.યોગેશ જોગસણ
આ નિર્ણયનો મુખ્ય હેતુ મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો અને વિદ્યાર્થીઓને વ્યવહારુ અને વ્યાવસાયિક તાલીમ પૂરી પાડવાનો છે, જે માત્ર ઓનલાઈન અભ્યાસક્રમોમાં શક્ય નથી. મનોવિજ્ઞાન એ એક પ્રાયોગિક વિષય છે. તેમાં માનવ વર્તન, સંશોધન, અને ઉપચાર જેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ પ્રયોગશાળામાં પ્રાયોગિક કાર્યો, કેસ સ્ટડીઝ અને વાસ્તવિક ક્લિનિકલ સેટિંગ્સમાં કામ કરવું જરૂરી છે. ઓનલાઈન અભ્યાસક્રમોમાં આ પ્રકારની વ્યવહારુ તાલીમ શક્ય નથી. હવે, વિદ્યાર્થીઓને ક્લાસરૂમ સેટિંગમાં વધુ સારી પ્રાયોગિક તાલીમ મળશે.હવે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવતી ડિગ્રીની ગુણવત્તા વધુ સારી ગણાશે. ઘણા વ્યાવસાયિક સંગઠનો (ાજ્ઞિરયતતશજ્ઞક્ષફહ બજ્ઞમશયત) અને સંસ્થાઓ મનોવિજ્ઞાનમાં ઓનલાઈન ડિગ્રીને સંપૂર્ણપણે માન્યતા આપતા નથી. તેથી, હવે વિદ્યાર્થીઓને કારકિર્દીના ક્ષેત્રમાં વધુ સારી સ્વીકૃતિ મળશે.



