હટકે ફિલ્મો કરવા માટે જાણીતા બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મદિવસ છે.
આયુષ્માન પડદા પર પોતાના અભિનયના જુદા-જુદા રહંગો બતાવવા માટે જાણીતા છે. એમને ઘણા એવા વિષય પર ફિલ્મોમાં કામ કર્યું છે કે જેને કરવા માટે મોટાભાગના અભિનેતા કતરાય છે. એમની ફિલ્મો હંમેશા જુદા-જુદા વિષય પર રહી છે, જેમાંથી ઘણા વિષયો તો સમાજમાં જાગૃતિ લાવવા માટેના હોય છે.
આયુષ્માન ખુરાનાએ પોતાના અભિનયથી દરેક ફિલ્મ સાથે દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. પહેલી ફિલ્મ વિક્કી ડોનરમાં એક સ્પર્મ ડોનરની ભૂમિકામાં જોવા મળ્યા, તો ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનમાં સમલૈંગિક વ્યક્તિની ભૂમિકા ભજવી છે. તે કોઈ પણ પ્રકારની પડકારવાળી ભૂમિકા ભજવવામાં પાછળ નથી હટતા. તો આજે તેમના જન્મદિવસ પર તેમની હટકે ફિલ્મો વિશે વાત કરીએ –
- Advertisement -
વર્ષ 2011માં આયુષ્માન ખુરાનાએ વિક્કી ડોનરથી ડેબ્યુ કર્યું હતું, જેમાં તેને સ્પર્મ ડોનરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ઘણી હિટ રહી અને લોકોને તેમનો અભિનય પણ પસંદ આવ્યો હતો. આ ફિલ્મમાં સ્પર્મ ડોનેશન અને આઇવીએફ જેવા મુદ્દાને સારી રીતે વર્ણવવામાં આવ્યા છે.
દમ લગાકર હઈશા ફિલ્મમાં પણ તેમને પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાના પાત્રની પત્નીનું વજન વધારે બતાવવામાં આવ્યું છે, અને એ પોતાની પત્નીથી ખુશ નથી. પણ એવો સમય આવે છે કે જયારે તેના માટે તેનું પત્નીનું વજન મહત્વ નથી ધરાવતું.
- Advertisement -
2017માં આયુષ્માન ખુરાનાએ શુભ મંગલ સાવધાન ફિલ્મમાં એક લૈંગિક રોગ ધરાવતા પુરુષની ભૂમિકા ભજવી હતી,જેમાં આનો સમાજ પર પડતા પ્રભાવ વિશે દર્શાવવામાં આવ્યું હતું.
અંધાધુધ ફિલ્મ આયુષ્માનની જોરદાર ફિલ્મોમાંથી એક છે, જેમાં તે એક પિયાનો પ્લેયર છે, જે આંધળો હોવાનું નાટક કરે છે. આ ફિલ્મ માટે તેમને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.
આયુષ્માન ખુરાના ફિલ્મ ડ્રિમગર્લમાં એવી વ્યક્તિની ભૂમિકામાં જોવા મળ્યા કે જે છોકરીઓનો અવાજ કાઢીને પુરુષોને રીઝવવાની કોશિશ કરે છે. એ પૂજા નામની છોકરી બનીને છોકરાઓ સાથે વાત કરે છે.
વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘બધાઈ હો’ ફિલ્મમાં નીના ગુપ્તા આયુષ્માનની માતાનું પાત્ર ભજવે છે, જે વૃદ્ધાવસ્થામાં ગર્ભવતી બને છે. તેના કારણે લોકો સમાજમાં તેની મજાક ઉડાવે છે. પરંતુ ફિલ્મનો અંત એક સારો સંદેશ આપે છે.
વર્ષ 2019માં ફિલ્મ ‘આર્ટિકલ 15’માં આયુષ્માન ખુરાનાએ એવા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી જે સમાજમાં પ્રવર્તતી જાતિ વ્યવસ્થા અને જાતિના નામે ભેદભાવ સામે લડે છે.
આયુષ્માન ખુરાના ‘બાલા’ ફિલ્મમાં પુરુષોમાં ટાલ પડવાની સમસ્યા અને કાળી છોકરીઓની સમસ્યા બતાવે છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાએ એક ટકલા વ્યક્તિનું ભૂમિકા ભજવી હતી.
‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ એ એક સમલૈંગિક કપલની લવસ્ટોરી બતાવી છે. જેમાં આયુષ્માન ખુરાનાએ એક સમલૈંગિક વ્યક્તિની ભૂમિકા ભજવી, સમલૈંગિક સંબંધોને લગતી સમસ્યાઓ અને પડકારો ફિલ્મમાં સુંદર અને રમૂજી રીતે દર્શાવવામાં આવ્યા હતા.