ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
ખરાબ હવામાનને કારણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે લોન્ચ થનાર એક્સિઓમ-4 મિશન મુલતવી રાખવામાં આવ્યું છે. હવે તે 11 જૂને ભારતીય સમય મુજબ સાંજે 5.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.
ભારતીય અવકાશ સંશોધન સંગઠને ડ પરની એક પોસ્ટમાં આ માહિતી આપી છે. ઈંજછઘ ચીફ વી નારાયણને જણાવ્યું હતું કે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું છે.
આ ત્રીજી વખત છે જ્યારે તેનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. અગાઉ, મિશન 29 મેના રોજ લોન્ચ થવાનું હતું. બાદમાં તે 8 જૂનના રોજ શરૂૂ થવાનું હતું. ત્યારબાદ તે 10 જૂને સાંજે 5.30 વાગ્યે શિડ્યુલ કરાયું હતું.
એક્સિઓમ મિશન 4 (એક્સ-4)માં, ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ માટે અવકાશ મથકે જઈ રહ્યા છે. શુભાંશુ ઈંજજની મુલાકાત લેનારા પ્રથમ અને અવકાશમાં જનારા બીજા ભારતીય હશે. આ પહેલાં રાકેશ શર્મા 1984માં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા.
ઈંજજ જતા પહેલા, શુભાંશુ શુક્લાએ રવિવારે ફુલ ડ્રેસ રિહર્સલ કર્યું. આમાં, તેમણે એસેમ્બલી બિલ્ડિંગથી રોકેટ સુધી જવાની અને તેમાં બેસવાની પ્રક્રિયાને અનુસરી. શુભાંશુએ કહ્યું- તમે એવી વસ્તુનો ભાગ બનવા જઈ રહ્યા છો જે ખૂબ મોટી છે. હું તેનો ભાગ બનવા માટે ભાગ્યશાળી છું.
એક્સિઓમ 4 મિશનના ક્રૂમાં ભારત, પોલેન્ડ અને હંગેરીના સભ્યોનો સમાવેશ થાય છે. સ્લાવોજ ઉઝનાન્સ્કી 1978 પછી અવકાશમાં જનારા પોલેન્ડના બીજા અવકાશયાત્રી હશે. ટિબોર કાપુ 1980 પછી અવકાશમાં જનારા હંગેરીથી બીજા અવકાશયાત્રી હશે. અમેરિકન પેગી વ્હિટસનનું આ બીજું વ્યાપારી માનવ અવકાશ ઉડાન મિશન છે.
શુભાંશુ શુક્લા મૂળ ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી છે. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ લખનૌના અલીગંજ સ્થિત સિટી મોન્ટેસરી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. 12મા ધોરણ પછી, તેમણે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (ગઉઅ)ની પ્રવેશ પરીક્ષા પાસ કરી અને અહીંથી સ્નાતકની ડિગ્રી મેળવી.
ગઉઅ એ ભારતની એક અગ્રણી સંસ્થા છે જે સશસ્ત્ર દળો (સેના, નૌકાદળ અને વાયુસેના) માટે ઓફિસર કેડેટ્સને તાલીમ આપે છે. તે તાલીમ તેમજ શૈક્ષણિક ડિગ્રીઓ પ્રદાન કરે છે, જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (ઉંગઞ) નવી દિલ્હી સાથે જોડાયેલી છે.
શુભાંશુને 17 જૂન, 2006ના રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર વિંગમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ એક અનુભવી ફાઇટર અને ટેસ્ટ પાઇલટ છે. તેમની પાસે 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેમણે સુખોઈ-30 એમકેઆઈ, મિગ-21, મિગ-29, જગુઆર, હોક, ડોર્નિયર અને એન-32 જેવા ફાઇટર એરક્રાફ્ટ ઉડાવ્યા છે.
એક્સિઓમ-4 મિશન ખરાબ હવામાનને કારણે ત્રીજી વખત મુલતવી: હવે 11 જૂને લૉન્ચિંગ
