રાજકોટ પોલીસ તંત્ર હેઠળ SHE ટીમ સતત મહિલાઓની સુરક્ષા તથા જાગૃતિ માટે કામગીરી કરી રહી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પોલીસ કમિશનર બ્રીજેશકુમાર ઝા, અધિક પો.કમી. મહેન્દ્ર બગડીયા, નાયબ પો.કમી. (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પો.કમી. મહિલા સેલ આર.એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પો. ઈન્સ. એમ.એચ. ભાટી ની સૂચના મુજબ જઇંઊ ટીમે કુવાડવા ગામની આદર્શ નિવાસી શાળામાં ગરબા રમતી બાળાઓને 112 ઈમરજન્સી નંબર, 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન, 181 અભયમ મહિલા હેલ્પલાઇન તથા મહિલા પોલીસ સ્ટેશનના સંપર્ક અંગેની માહિતી આપવામાં આવી હતી અને ભક્તિનગર જઇંઊ ટીમે રાજકોટ સાઉથઝોન ખોડલધામ ખાતે અર્વાચીન રાસગરબા મહોત્સવમાં હાજરી આપી હતી અને આ પ્રસંગે મહિલાઓને જઇંઊ ટીમ, 112, 181, 1930 હેલ્પલાઇન અંગે જાગૃતિ આપવામાં આવી હતી અને નવરાત્રીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ કામગીરી માં કોકિલાબેન સોલંકી, દક્ષાબેન મકવાણા પ્રિયંકાદેવી ડોડીયા પાયલબેન ભડાણીયા, સુમનબેન પરમાર જાનકીબેન જોલિયા, જાગૃતિબેન ચાવડા, સુજાતાબેન પરમાર, કૃપાલીબેન ત્રિવેદી, ઉર્મિલાબેન ક્ટેસિયા, ભુમિકાબેન દ્વારા કામગીરી કરવામાં આવી



