અગાઉ ભાવનગર LCBમાં મોટી હીરા લૂંટને પણ આગવી સૂઝબઝથી ડિટેકટ કરી હતી
48 કલાકમાં 3 હવસખોરને ઝડપી લેનાર 17 પોલીસ અધિકારીઓનું સન્માન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપના 3 આરોપીને 48 કલાકમાં જ ઝડપી લેનાર 17 પોલીસ અધિકારીને સરકારે પ્રશસ્તિ પત્ર તથા 4.80 લાખના ઈનામની જાહેરાત કરી છે અગાઉ ભાવનગર એલસીબી અને જૂનાગઢ આર આર સેલ જેવી મહત્વની બ્રાંચમાં ફરજ બજાવનાર પીએસઆઈ નીતિરાજસિંહ જાડેજાને પ્રસંસનીય કામગીરી બદલ 50 હજાર રોકડ પુરસ્કારની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
આ ચકચારી પ્રકરણની વિગતો એવી છે કે ઓક્ટોબર 2024માં નવરાત્રીમાં 16 વર્ષીય સગીરા મિત્ર સાથે બેઠી હતી ત્યારે ત્રણ નરાધમે મિત્રને પકડી સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાનો ફોન ઝુંટવી લૂંટ ચલાવી હતી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ વિથ લૂંટનો ગુનો નોંધાયો હતો દરમિયાન આ કેસની ગંભીરતાને પારખી પોલીસની જુદી જુદી ટિમો કામે લાગી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ગણતરી કલાકોમાં જ ઝડપી લીધા હતા 48 કલાકમાં જ ગુનો ડિટેકટ કરી ત્રણ નરાધમોને ઝડપી લેનાર ટિમનું સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઉઈઙ એચ.એ.રાઠોડને પ્રશસ્તિ પત્ર, ઙઈં આર.જી.જાડેજાને 75 હજાર, ઙઈં એચ.ડી.તુવરને 75 હજાર, ઙજઈં પી.એમ.ધાખડાને 50 હજાર, ઙજઈં નીતિરાજસિંહ જી.જાડેજાને 50 હજાર, ઙજઈં આર.એન.બારૈયાને 50 હજાર, અજઈં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહને 20 હજાર, ડે. કોન્સ્ટેબલ કિશોરકુમાર રણજીતભાઈને 25 હજાર, ડે.કોન્સ્ટેબલ મોહિતરાજસિંહ ડરૂભાને 15 હજાર, ડે.કોન્સ્ટેબલ બીપીનભાઈ શામળભાઈને 15 હજાર, હે. કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંડ જયદેવસિંહને 15 હજાર, હે.કોન્સ્ટેબલ હમીરભાઈ મખાભાઈને 15 હજાર, ડે.કોન્સ્ટેબલ બળદેવસિંડ શ્રવણસિંહને 15 હજાર, ડે.કોન્સ્ટેબલ મયુરસિંહ દાજીભાને 15 હજાર, પો.કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ભુરસિંગભાઈને 15 હજાર, પો.કોન્સ્ટેબલ જયરાજસિંહ કિશનસિંહને 15 હજાર, પો.કોન્સ્ટેબલ સુરેશભાઈ રણછોડભાઈને 15 હજાર રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી દરેક જવાનોને સરકાર તરફથી ઈનામ આપવામાં આવશે. ઉપરોક્ત ટીમમાં સામેલ નીતિરાજસિંહ જાડેજા અગાઉ ભાવનગર એલસીબીમાં ફરજ નિભાવતા હતા ત્યારે મોટી રકમના હીરાની લૂંટ પણ પોતાની આગવી સુજબુજથી ડિટેક્ટ કરી હતી કાર્યકાળ દરમિયાન નીતિરાજસિંહે જુનાગઢ આરઆર સેલ જેવી મહત્વની બ્રાન્ચમાં કાબેલીદાદ કામગીરી બજાવી હતી ઉપરોક્ત ચકચારી ગેંગરેપ કેસ ડિટેકટ કરવા માટે નીતિરાજસિંહ અને તેમની ટીમે માત્ર 48 કલાકમાં જ 4 લાખ કોલ ટ્રેસ કરી 45 કિલોમીટરમાં આવતા 1100 સીસીટીવી ચેક કરી ત્રણેય નરાધમોને ઝડપી લઇ પ્રસંસનીય કામગીરી કરી હતી.



