ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં વ્યક્તિત્વ વિકાસના પ્રતિભાવાન વિદ્યાર્થીઓનો મેડલ સાથે બહુમાન સમારંભ ગોંડલના યુનિટી ઈંગલીશ એકેડેમી તથા એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્ર:ટ દ્વારા યોજાયેલ જેમાં વ્યક્તિત્વ વિકાસ માટે જ્ઞાનવર્ધક તથા કૌશલ્ય વિકાસની વિવિધ હરિફાઈઓનું આયોજન કરવામાં આવેલ તથા વિવિધ પ્રતીયોગીતાઓ જેવી કે વર્બ્સ ટેસ્ટ, વોકેબ્યુલરી ટેસ્ટ, હેન્ડરાઈટીંગ કોંમ્પીટીશન તથા મહાકુંભ વિષય પર વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન યુનિટી ઈંગલીશ એકેડેમી ખાતે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલના એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ ઠકરાર તથા એડવોકેટ રવિરાજભાઈ ઠકરાર ની ઉપસ્થિતી વિશેષ રહી. યુનિટી કલાસીસ ના ભાવિનભાઈ જોબનપુત્રા દ્વારા આમંત્રીત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ તેમજ પ્રેરક ઉદબોધન કરવામાં આવેલ. આમંત્રિત મહેમાનો તરીકે એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ક્રિષ્નાબેન પ્રકાશભાઈ ઠકરાર, દિશાબેન રવિરાજભાઈ ઠકરાર, યુનિટી કલાસીસ ના સુનિતાબેન ભાવિનભાઈ જોબનપુત્રા દ્વારા વિદ્યાર્થીઓને મેડલ તથા સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવેલ.



