પર્થ ટેસ્ટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ટીમ ઈન્ડિયા માટે WTCની આશા જાગી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ હતી. જેમાં ભારતનો વિજય થયો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ જીત સાથે જ સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ નીકળી ગઈ છે. આ ટેસ્ટમાં રોહિત શર્માના સ્થાને જસપ્રિત બુમરાહે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી હતી. હવે બીજી ટેસ્ટ મેચ એડિલેડ ઓવલમાં રમાશે. પર્થ ટેસ્ટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, 295 રને જીત,ટીમ ઈન્ડિયા માટે WTCની આશા જાગી છે.
- Advertisement -
ભારતે વિશાળ ટાર્ગેટ આપ્યો હતો
ભારતે ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી ટેસ્ટના ચોથા દિવસે જ વિજય મેળવ્યો છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની સદીના આધારે 6 વિકેટે 487 રન બનાવીને ભારતે ઈનિંગને ડિકલેર કરી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બેટર બાદ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરતા ટીમને જીત અપાવી છે.
બંને ટીમો માટે સિરીઝ મહત્વપૂર્ણ
- Advertisement -
આ ટેસ્ટ સિરીઝ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે અને તે સ્પષ્ટ થઈ જશે કે કઈ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે. ભારતે ઓછામાં ઓછી ચાર ટેસ્ટ જીતવી જરૂરી છે. આ ઉપરાંત એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તે એક પણ મેચ હારી ન જાય.