અહીં આપેલી તસવીર મેળાના હરખની અનુભૂતિને જીવંત કરે છે. સામાન્ય રીતે, પિતાના ખભા એટલા મજબૂત હોય છે, કે પરિવારની અનેક જવાબદારી ઉઠાવે છે. પરંતુ બાળક માટે તો પપ્પાનો ખભો મેળાની મોજ કરવા માટે પૂરતો છે. બાળક પિતાના ખભે બેસીને મેળો જોઈ રહ્યો છે, જાણે આખી દુનિયા જોઈ રહ્યો છે. કાનુડાના જન્મના વધામણાં કરતો મેળો, ભુલકાંને મોજ કરાવી આપે છે. મેળાનું નામ પડે, ને બાળકોની આંખોમાં ચમક આવે, નજર સામે ચકડોળો, રાઇડ્સ, રમકડાં અને ખાણીપીણીના સ્ટોલ તરવરી ઉઠે. નાનેરાં માટે શિયાળો, ઉનાળો અને ચોમાસાંની જેમ એક મોસમ – મેળો પણ છે, જ્યારે મોટેરાં માટે મેળો સંસ્મરણોની ગલી છે, જ્યાં બાળપણની યાદો તાજી થાય છે.
19 ઓગસ્ટ, આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે: મેળાની મોજ, પપ્પાના ખભે

Follow US
Find US on Social Medias