PGVCLમાં કોર્પોરેટ કચેરીના એચ. આર. વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી અને ધ્રોલ ટાઉન સબ ડિવીઝનના ડેપ્યુટી ઈજનેર દ્વારા 10 લાખના ઉઘરાણાની ઓડિયો ક્લિપ વાયરલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
PGVCLમાં કોરોનામાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામનાર 54 પૈકી 48 કર્મચારીઓના પરિવારને ગત સપ્તાહે 25-25 લાખની સહાય મંજૂર કરવામાં આવ્યા બાદ કોર્પોરેટ કચેરીના એચ. આર. વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી અને ધ્રોલ ટાઉન સબ ડિવીઝનના ડેપ્યુટી ઈજનેર દ્વારા 10 લાખના ઉઘરાણાની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ બન્ને અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા વીજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
- Advertisement -
જોકે આ મામલે PGVCLના એચ આર વિભાગના એડિશનલ જનરલ મેનેજર અવિનાશ કટારાએ ખુલાસો કર્યો કે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી તેમની બદલી કરી નાખવામાં આવી છે. જોકે 48 કર્મચારીઓના પરિવારને રૂપિયા 25 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે અને એક પણ પરિવાર દ્વારા રૂપિયા 10 લાખ આપવામાં આવ્યા નથી.
જોકે આ ગંભીર ઘટના બાદ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ઓડિયો ક્લિપમાં મુખ્યમંત્રી અને એનર્જી પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના વચેટિયાની વાત કરવામાં આવે છે તે બાબતની તપાસ કરવાની કોઈ વાત કરવામાં આવી ન હતી અને એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદની પણ તૈયારી અધિકારી દ્વારા બતાવવામાં આવી નથી.
સરકારે 25 લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી
PGVCLના એચ.આર.વિભાગના એડિશનલ જનરલ મેનેજર અવિનાશ કટારાએ વધુમાં જણાવ્યુ હતું કે, વર્ષ 2020-21માં કોરોનાના કારણે ઙૠટઈકના 62 કર્મચારીઓના મૃત્યુ થયા હતા, જેમાંથી 48 કેસમાં તમામ વિગતો એકઠી કરી વડી કચેરીમાં મોકલી આપવામાં આવી હતી અને ત્યારબાદ સરકાર દ્વારા તેઓને રૂપિયા 25 લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી.
- Advertisement -