114 પ્લોટ પાડવામાં આવ્યાં: પ્રથમ દિવસે 9 પ્લોટની હરરાજી થઇ
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનારની લીલી પરિક્રમાને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ભવનાથમાં 114 પ્લોટ પાડવામાં આવ્યાં છે. હરરાજીનાં પ્રથમ દિવસે 9 પ્લોટની હરરાજી થઇ હતી અને રૂપિયા એક લાખની આવક થઇ હતી. દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાશે. ગિરનારની લીલી પરિક્રમાને લઇ વન વિભાગ,મહાનગર પાલીકા, વહિવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટ રીપેર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ભવનાથમાં પ્લોટ પાડવામાં આવ્યાં છે. મનપા દ્વારા ભવનાથમાં 114 પ્લોટ પાડવામાં આવ્યાં છે અને તેની હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગઇકાલે 9 પ્લોટની હરરાજી થઇ હતી. જેમાંથી મનપાને રૂપિયા 1 લાખની આવક થઇ હતી. હજુ તા. 4 નવેમ્બર સુધી હરરાજી ચાલુ રહેશે.