DCP પુજા યાદવએ SPના અધ્યક્ષતાવાળી કમીટી બનાવી બે દિવસમાં હરાજી શરૂ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં ટ્રાફિક પોલીસે બે વર્ષમાં ડીટેઇન અને ટોઇંગ કરેલા 19પ વાહનોની હરાજી આગામી બે દિવસની અંદર કરવા જઇ રહી છે. ટ્રાફિક પોલીસની ટીમે છેલ્લા ત્રણ મહિનાથી ઉંધા માથે થઇ સોશ્યલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર જાહેરાત મૂકી વાહનો છોડાવી જવા માટે અપીલ કરી હતી પરંતુ ત્રણ મહિનામાં માત્ર બે જ વ્યકિતઓ વાહન છોડાવવા આવતા અંતે હરાજીનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક ડીસીપી પુજા યાદવે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષની અંદર ટ્રાફિક પોલીસે કરેલ કામગીરીમાં અંદાજે 19પ જેટલા વાહનો ટોઇંગ અને ડીટેઇન કરેલા છે. જેમાં ટુ વ્હીલરો અને રીક્ષાઓનો સમાવેશ થાય છે. વાહનો ટોઇંગ અને ડીટેઇન થયા બાદ વાહન માલિકો છોડાવવા માટે આવતા ન હોવાથી ટ્રાફિક પોલીસે મીડીયા થકી જાહેરાત આપી હતી.
- Advertisement -
જેમાં ડીસીપી ટ્રાફિક દ્વારા એસીપીના અધ્યક્ષતાની એક કમીટી બનાવવામાં આવી છે. જેમાં ટ્રાફિક પીઆઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જે તે પોલીસ મથકના પીઆઇ તેમજ આરટીઓના અધિકારીને પણ સમાવેશ કરવામાં આવશે. જે કમીટી વાહનોની અપસેટ પ્રાઇઝ શું રાખવી તેમજ હરાજીના નિયમો અંગેનો નિર્ણય કરશે. તે બાદ બે દિવસની અંદર જ હરાજી કરવામાં આવશે.