રાજકોટ શિક્ષણ સમિતિની હકીકતનો પર્દાફાશ કરતો વધુ વીડિયો સામે આવ્યો છે. શહેરના અશોક ગાર્ડન નજીક આવેલી શાળા નંબર 81 જમશેદજી ટાટામાં ગઈકાલે બપોરના 1.30 વાગ્યા આસપાસ શાળાના મુખ્ય બિલ્ડિંગના છજા પર બે બાળકોને જીવના જોખમે ચડાવી હાથમાં સાવરણા પકડાવી સાફસફાઈ કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, કોઈ શિક્ષિકા પણ નીચે ઊભાં ઊભાં બાળકોને સફાઈ માટે સૂચના આપતાં હોય એવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે બાળકોને છજા પર ચડાવવામાં આવ્યાં અને જો આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ એ પણ સૌથી મોટો સવાલ છે. ચેરમેન પંડિત અને શાસનાધિકારી પરમાર શિક્ષણ સમિતિની શાળાઓના વહીવટી ચલાવવામાં નાપાસ સાબિત થયા છે અને માત્ર ભ્રષ્ટાચારમાં જ સફળ થય છે ત્યારે સરકારી શાળાનું સ્તર સુધારવા આ બંનેને બરતરફ કરવા જરૂરી બની જાય છે.
શિક્ષણ સમિતિનાં ભ્રષ્ટાચાર મુદ્દે NSUI-AAPનું વિરોધ પ્રદર્શન, મીડિયા રિપોર્ટ છતાં સરકાર-તંત્રના પેટનું પાણી હલતું નથી
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારના શાસનમાં થયેલા વિવિધ ભ્રષ્ટાચાર મુદ્દે છેલ્લા છ-છ મહિનાથી ગજઞઈં-અઅઙનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, છાશવારે અલગઅલગ મીડિયા રિપોર્ટમાં પણ સરકારી શાળામાં ચાલતા ગેરવહીવટીનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે છતાં સમગ્ર મામલે સરકાર-તંત્રના પેટનું પાણી હલતું નથી. ભ્રષ્ટ પંડિત-પરમારના કારણે શિક્ષણ સમિતિથી લઈ સરકારી શાળાઓની અવદશા થઈ રહી છે ત્યારે સરકાર કે તંત્ર કેમ કોઈ પગલાં ભરી રહ્યું નથી એ સવાલ સૌને સતાવી રહ્યો છે. આખરે ક્યારે શિક્ષણ સમિતિમાંથી અતુલ પંડિત અને કિરીટ હરિ પરમારને દૂર કરી પ્રામાણિક-કર્મઠ ચેરમેન- શાસનાધિકારી નિમણૂંક કરવામાં આવશે?
- Advertisement -
શાળાના વિદ્યાર્થીઓ બાદ NSUIના યુવાનો સાથે અમાનવીય વર્તન
સત્તામાં મદ અને ભ્રષ્ટાચારમાં ચકચૂર અતુલ પંડિતનો વરવો ચહેરો ફરી એકવખત ઉજાગર
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં-81માં વિદ્યાર્થીઓ છજા પર સફાઈ કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. શાળાના બાળકો પાસે આવું કામ કરાવવું કેટલું યોગ્ય છે? વાલીઓ બાળકોને સ્કૂલમાં ભણવા માટે મોકલતા હોય છે ત્યારે તંત્ર તેને સફાઈનું કામ કરાવે તે શરમજનક બાબત કહી શકાય. સ્કૂલની છજા પર સફાઈ કરી રહેલા બાળકને જાનહાનિ થાય તો જવાબદારી કોની? તે એક મોટો સવાલ છે. જે મુદ્દે આજે એનએસયુઆઈના કાર્યકરોએ પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. સત્તાના મદમાં ચૂર શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે એનએસયુઆઈનાં કાર્યકરોને ઉડાઉ જવાબ આપ્યા હતા અને શાસનાધિકારી કિરીટ હરિ પરમાર રજા પર ઉતરી ગયા હતા. આ દરમિયાન પોલીસે શાસનાધિકારી પાસે જવાબ માંગવા પહોંચેલા કાર્યકરોની ટીંગાટોળી કરીને ત્યાંથી દૂર લઈ ગયા હતા. આમ સત્તાનો દુરુપયોગ કરનાર શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતનો વરવો ચહેરો ફરી એકવાર જોવા મળ્યો હતો.
જીવનાં જોખમે વિદ્યાર્થીઓ પાસે સફાઈકામ કરાવાતું હોવાનાં મામલે આવેદન આપવા પહોંચેલાં ગજઞઈંનાં કાર્યકરોનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…