વિડીયોમાં જૂની તારીખનો માલ વેંચતા હોવાનો આરોપ, આરોગ્ય શાખાએ તાત્કાલિક તપાસ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
શહેરની જાણીતી અતુલ બેકરીનો એક વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થતાં રાજકોટે આરોગ્ય શાખાને હરકતમાં મૂકી દીધું છે. વિડીયોમાં એક્સપાયરી ડેટવાળો ખાદ્ય માલ વહેંચતા જોવા મળતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે તાત્કાલિક બેકરી ખાતે તપાસ શરૂ કરી છે.
- Advertisement -
આ મામલે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, વિડીયો આધારે અમને જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી છે. વિડીયોમાં એક્સપાયર્ડ વસ્તુઓ વેચાતા હોવાનું દેખાય છે, જે ગંભીર બાબત છે. શહેરમાં અતુલ બેકરીની અનેક શાખાઓ આવેલી છે, તમામ પર તપાસ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, જો બેકરીમાંથી ખોટી ક્વોલિટીનો અથવા એક્સપાયર્ડ ખાદ્ય સામાન મળશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એક્સપાયર ખોરાક આરોગવાથી ઝાડા, ઉલટી, ફૂડ પોઇઝનિંગ જેવી ગંભીર તબિબી અસર થવાની શક્યતા રહે છે, તેમ પણ અધિકારીએ ઉમેર્યું. હાલમાં શહેરજનોમાં આ મુદ્દે ચિંતા જોવા મળી રહી છે અને લોકો ખાદ્યસામાન ખરીદતી વખતે વધુ સતર્કતા રાખી રહ્યા છે.



