પરિવારની માતા દ્વારા 19 હુમલાખોર વિરૂદ્ધ ગુન્હો નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા કંચનબેન નગર્ભાઈ સાંખલપરાના પતિનું આઠેક વર્ષ આગાઉ અવસાન થયેલ હોય સંતાનમાં તેઓને બે દીકરા અને બે દીકરી હોય પરંતુ અગાઉ સગીર દીકરીને લલચાવી ભગાડી ગયો હોવાની ફરીયાદ પાંચેક મહિના પૂર્વે કરાઈ હોય જે બાબતનો કોર્ટ કેશ પણ ચાલુ હોય અને આ સગીર દીકરીને ભગાડી જનાર શખ્સ અને અન્ય દીકરીના સાસરી વાળા કૌટુંબિક હોય જેથી વારંવાર કેશનું સમાધાન કરવા જણાવતા હોય જે બાબતે ગત 9 નવેમ્બરના રોજ રાત્રીના એકાદ વાગ્યે કંચનબેન પોતાના પરિવાર સાથે ઘરે સૂતા હોય તેવા સમયે મહિલાઓ સહિતનું ટોળું ઘાતક હથિયારો લઇ આવી પરિવાર પર હુમલો કરવા લાગ્યા હતા જેમાં કંચનબેન દીકરા અને દીકરીઓને ગંભીર ઈજાઓ પામી હતી.
- Advertisement -
જ્યારે માથાકુટ થતાં દેકારો સંભાળતાં બાજુમાં રહેતા પાડોશી દોડી આવ્યા હતા જેને જોઇને તમામ હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છૂટયા હતા. બાદમાં મહિલા દ્વારા પોતાના સંતાનોને સારવાર લીધા બાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિનોદ બચુભાઈ ધામેચા, ભારત બચુભાઈ ધામેચા, ચંદુ બચુભાઈ ધામેચા, વિષ્ણુ ભગવાનજીભાઈ ધામેચા, ભગવાનજી બચુભાઈ ધામેચા, મુનીબેન ભરતભાઈ ધામેચા, શીતલ વિનોદભાઇ ધામેચા, સાગર ઘનશ્યામભાઈ હમીરપરા, સોનુબ્રન ઘનશ્યામભાઈ હમીરપરા, હાર્દિકભાઈ વનાજી, વિજય વનાજી, માઘીબેન વનાજી, વનાજીભાઈ, લાલાભાઈ, જયાબેન ચંદુભાઈ, કેશુભાઈ અવચતભાઈ ઝિંજુવાડિયા, રુખીબેન અવચરભાઈ ઝિંજુવાડીયા, અવસરભાઈ ગોવરધનભાઈ ઝિંજુવાડીયા, પૂજાબેન અવસરભાઈ ઝિંજુવાડીયા સહિતનાઓ વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



