બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાંક દશકોથી દુર્ગાપૂજા સમયે લઘુમતી હિંદુઓ પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવે છે. દર વર્ષે દુર્ગાપૂજા સમયે બાંગ્લાદેશમાં એવી અફવા ફેલાવવામાં આવે છે કે, હિંદુઓ દ્વારા ઈસ્લામનું અપમાન કરવામાં આવ્યું છે અને આ અફવાના આધારે કટ્ટરપંથીઓ હિંદુઓનું કત્લેઆમ કરે છે. બાંગ્લાદેશમાં ગત 13મી ઓક્ટોબર દુર્ગાપૂજાના દિવસથી હિંસાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ પરહુમલાનું પ્રમાણ વધતું જાય છે. અહીંહિંદુઘરો અને મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે અને ભારે તોડફોડ કરવામાં આવી છે. કટ્ટરપંથીઓએ હિંદુઓના 66 ઘરોમાં આગ લગાવી દીધી છે. આમ, બાંગ્લાદેશીઓ હિંદુસ્તાનમાં જેટલા સુરક્ષિત છે તેટલા હિંદુઓ બાંગ્લાદેશમાં સુરક્ષિત નથી. પાકિસ્તાન પેટર્નથી બિનહિંદુઓ હિંદુઓનું કત્લેઆમ કરી રહ્યા છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય – રાષ્ટ્રીય સંસ્થાઓથી લઈ બૌદ્ધિકો, સેક્યુલરો, લિબરલો.. સૌ કોઈ ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે. જો બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ મુજબ હિંદુસ્તાનમાં બાંગ્લાદેશીઓ પર આવો અત્યાચાર થયો હોતો તો?
બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 10 હિંદુઓની હત્યા કરી નાખવામાં આવી છે, 17 હિંદુઓ લાપતા છે અને 23 હિંદુ મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે. આ સમગ્ર મામલે માનવાધિકાર સંસ્થાથી લઈ બાંગ્લાદેશીપ્રેમી મમતા બેનર્જી ચૂપ કેમ છે એ સૌથી મોટો સવાલ છે. અલ્પસંખ્યકોનાં મસિહાઓથી લઈ દેશનું વિપક્ષ પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે મૌન છે. મમતા અને વિપક્ષનું આ મૌન ન ફક્ત દેશનાં હિંદુઓ માટે જ પરંતુ પાડોશી દેશોમાં રહેતા હિંદુઓ માટે પણ ખતરો છે. જો ભારતમાં બાંગ્લાદેશીઓની ધરપકડ પણ કરવામાં આવે છે તો મમતા બેનર્જીથી લઈ વિપક્ષ ધરણા પ્રદર્શન કરે છે, દેશભરમાં માનવાધિકારના નામે સરકાર વિરુદ્ધ હંગામો કરવામાં આવે છે પરંતુ હવે જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે માનવાધિકારની મોટીમોટી વાત કરનારી મમતા એન્ડ વિપક્ષી ગેંગ હિંદુઓની તરફેણમાં કશું કહેવા કે કરવા તૈયાર નથી!
- Advertisement -



