દર વર્ષની જેમ આ વર્ષે પણ સુપ્રસિદ્ધ સિંગર રાહુલ મહેતા, અપેક્ષાબેન પંડ્યા અને તેજસ શિશાંગીયા પોતાના સૂર-તાલના સથવારે ખેલૈયાઓને ડોલાવશે
આ વર્ષે ખેલૈયાઓ માટે 12 વાગ્યા પછી દરરોજ બેક્સ્ટેજ શૉ ‘ફૂડ વીથ મ્યુઝિક’નું વિશેષ આયોજન
- Advertisement -
ખૈલેયાઓ માટે સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
નવરાત્રિને હવે માત્ર ગણ્યા ગાંઠ્યા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘સહિયર રાસોત્સવ’નું ભવ્ય આયોજન તા. 3થી શહેરના હાર્દ સમાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આગામી તા. 3થી સતત 10 દિવસ સાંજ પડતાંની સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘સહિયર રાસોત્સવ’ની તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે.જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ રંગીલા રાજકોટના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે ત્યારે સતત 23 વર્ષથી ‘સહિયર રાસોત્સવ’નું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
‘સહિયર રાસોત્સવ’ હરહંમેશ કંઈક ને કંઈક નવું આપવા તત્પર છે ત્યારે આ વર્ષે પણ વિશાળ ગ્રાઉન્ડમાં ખ્યાતનામ કલાકારો રાસની રમઝટમાં ખેલૈયાઓને ઓળઘોળ કરશે. ‘સહિયર’માં આ વર્ષે પણ દર વર્ષની જેમ સુપ્રસિદ્ધ ગાયક કલાકારો રાહુલ મહેતા, અપેક્ષાબેન પંડ્યા અને તેજસ શિશાંગીયા પોતાના સૂર-તાલના સથવારે ખેલૈયાઓને ડોલાવશે. ખાસ તો સહિયરમાં ખેલૈયાઓ માટે સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. સહિયર ક્લબની સફળતા અને લોકોનો પ્રેમ હંમેશા આયોજનની વિશેષતાઓ માટે રહ્યો છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર રાસોત્સવ માટે મોકળાશથી રમી શકાય તેવો વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે અલગ અલગ થીમ પર આયોજન કરવામાં આવે છે. નવરાત્રી નવ દિવસની હોય છે પણ આ વર્ષે સહિયર દ્વારા 10 દિવસ સુધી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓની સુવિધા માટે રાસોત્સવના ગ્રાઉન્ડમાં મેડિકલની સુવિધા, એક એમ્બ્યુલન્સ, બે ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ હાજર રહેશે.આ વર્ષે ખેલૈયાઓ માટે 12 વાગ્યા પછી દરરોજ બેક્સ્ટેજ શો ’ફૂડ વીથ મ્યુઝિક’ નું આયોજન કરવામાં આવ્યું છે.એલઇડી લાઇટીંગ વ્યવસ્થા દ્વારા સમગ્ર ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે. સહિયર ક્લબમાં અર્વાચીન ડાંડીયા રાસમાં દર વર્ષે સિક્યોરિટી લાજવાબ હોય છે. બાઉન્સરો દ્વારા સિક્યોરિટીની ચુસ્ત વ્યવસ્થા જાળવવામાં આવશે.
- Advertisement -
બાઉન્સરો દ્વારા મેટલ ડીટેક્ટરથી ખૈલેયાઓને અને પ્રેક્ષકોને ચેક કર્યા બાદ જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્ડમાં ડિજિટલ કેમેરા દ્વારા લોકો પર બાજ નજર રાખવામાં આવશે. સહિયર ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ગ્રાઉન્ડમાં અંદાજે 7 હજાર જેટલા લોકો મોકળાશથી રાસ-ગરબાની રમઝટ માણી શકશે. સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ખેલૈયાઓ પરંપરાગત પરિધાન સાથે રસોસ્તવમાં જોડાવા ખાસ અપીલ કરી છે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ટિમ ચંદુભા પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, ક્રિષ્નપાલસિંહ વાળા, ક્રુણાલ મણિયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુશ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેક અઢિયા, પ્રતિક જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલ નથવાણી, દિપકસિંહ જાડેજા, નીરવ પોપટ, જગદીશ દેસાઈ, નિલેશ ચિત્રોડા, રોહન મીરાણી, અનીશ સોની, આકાશ કાથરાણી, અભિષેક શુકલા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, વિકી ઝાલા, રૂપેશ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશ રામાણી, વજુભાઈ ઠુમ્મર, જતીન આડેસરા, શૈલેષ ખખ્ખર, એહમદ સાંધ, અનિલ ડોડીયા, યુવરાજસિંહ ચુડાસમા, મીત વેડિયા, નિલેશ તુરખિયા, ભરત વ્યાસ, મનસુખ ડોડિયા, સુનિલ પટેલ, શૈલેષ પંડ્યા જહેમત ઉઠાવી રહ્યા છે.