મેંદરડા તાલુકાના લોકોને અહી હૉસ્પિટલમાં રાહત દરે સારવાર મળી રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
ગંગેડી આશ્રમ કે જ્યાં ગાંડા ઓની સંસ્થા આવેલ છે જેમાં 160થી વધારે ગાંડા લોકોને સાચવવામાં આવે છે અને સવારે નાસ્તો અને બે ટાઈમ જમવાનું અને રહેવાનું પણ સુવિધા છે ગંગેડી આશ્રમના મહંત વિનુદાસ બાપુએ જણાવ્યું હતું કે અમો ગાંડાઓનું આ આશ્રમ ચલાવીએ છીએ જેમાં અમે પોતે રામામંડળ રમવા જાય છે ગામે ગામ અને તેમાંથી જે કંઈ પણ અમને મળે એ અમો આ આશ્રમમાં વાપરીએ છીએ અને વિનુદાસ બાપુ જણાવ્યું હતું કે જે ગાંડાઓ બહાર નથી સચવાતા એવા ગાંડાઓને અહી સાચવામાં છે અને રહેવા જમવાની સુવિધા આપવામાં આવેછે અને આગામી દિવસોમાં અમો અમરધારા રાહતદરની હોસ્પિટલ ગંગેડી આશ્રમમાં બનાવવા જઈ રહ્યા છે જેનું બાંધકામ માટે પાંચ માળનું બિલ્ડિંગ બનવા જઈ રહ્યા છે જેથી મેંદરડા તાલુકાના લોકોને અહી હોસ્પિટલમાં રાહત દરે સારવાર મળી રહે.
- Advertisement -
આશ્રમમાં શિવ મંદિર બનાવવામાં આવ્યું છે જેની પ્રાણ પ્રતિષ્ઠાનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજથી ગુરૂવાર સુધી ત્રણ દિવસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 24 કલાક નવરંગ માંડવો તેમજ શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા શુભ શરૂઆત તેમજ ગણપતિ પૂજન તથા ગૃહમ અને મંડપ પ્રવેશ મૂર્તિઓને જલધિવાસ, પાઠના જુવારના સામૈયા તેમજ ધર્મ સભા તેમજ રામદેવજી મહારાજના પાઠની શુભ શરૂઆત તેમજ અમરધામ રાહતદરની હોસ્પિટલનું ખાતમુહર્ત તેમજ સંતવાણી તથા સત્સંગ તેમજ ગંગેડી આશ્રમનું બાલકૃષ્ણ રામામંડળ સાથે ત્રણ દિવસ સુધી મહાપ્રસાદનું આયોજન તથા ધર્મસભાના અધ્યક્ષ ગુરુ શ્રી કરસનદાસ બાપુ પરબધામ તેમજ સંત શ્રી ધર્મભૂષણ રાજેન્દ્ર દાસ બાપુ તોરણીયા ધામ તેમજ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર ધરાના સંતો પધારશે તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રેહશે.



