કલબ યુવીમાં તડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ: ઇનામોની વણઝાર
કાલથી પાટીદાર સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ
- Advertisement -
મેગા ફાઇનલ વિજેતાઓને 12 એક્ટિવા, 8 આઇપેડ સહિત કલબ યુવી તરફથી 10 મોબાઇલ જેવાં જંગી ઇનામો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉત્સવપ્રિય રાજકોટની જનતા નવરાત્રીને આવકારવા થનગની રહી છે ત્યારે રાજકોટ શહેરમાં કલબ ચુવી નવરાત્રી મહોત્સવનું અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદભુત આયોજન થઇ રહયુ છે. 15 વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી નવરાત્રી મહોત્સવ -2024’ ની તડામાર તૈયારીઓ ને આખરી ઓપ અપાયો છે 16 માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે રાજકોટના ન્યુ 150 ફુટ રીંગ રોડ પર કલબ યુવી દ્વારા યોજાનારા નવરાત્રી મહોત્સવની સમગ્ર પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. કલબ યુવી દ્વારા સતત 16 વર્ષે અનેરૂ આયોજન થઇ રહયુ છે. ત્યારે નવરાત્રી મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા. ર ઓકટો. બુધવાર વેલકમ નવરાત્રી મહોત્સવમાં મુખ્ય આયોજક ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી સાથે કેન્સર કેર ફાઉન્ડેશનના ઉપક્રમે 3000 જેટલા કેન્સર પીડીત દર્દીઓ મા શકિતની ભકિતમાં લીન થઇને ગરબે ધુમે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ઉપરાંત રાજકોટની વિવિધ સંસ્થાઓના હોદેદારો ટ્રસ્ટીમંડળ કારોબારી સભ્યો ના પરિવારો જોડાશે. સમાજમાં કેન્સર જાગૃતિ ના નવતર પ્રયોગ રૂપે. સૌરાષ્ટ્રના નામાકીત સાંસ્કૃતીક કલબ ‘કલબ યુવી’માં પ્રથમ વખત કેન્સરના દર્દીઓ પોતાનું દુ:ખ દર્દ ભુલીને મા શકિતની ભક્તિમાં લીન થઈ ગરબે ઝુમશે. ગાંધી જયંતીના વિશેષ દિવસે કેન્સગ્રસ્ત દર્દીઓ પરંપરાગત ટ્રેડીશ્નલ વેશભૂષામાં સજજ થઈ ખેલૈયાઓની જેમ ગરબે ધુમી મા જગદંબાની આરાધના કરશે. પોતાના દુ:ખ દર્દ ને સહન કરવાની શકિત અને હિંમત મા આદ્યશકિત પાસે માગશે. કેન્સરના દર્દીઓ સાથે 250 જેટલા કેન્સર નિષ્ણાંત તબીબી સહીત આશરે 9 હજાર જેટલા લોકો આ રાસ ગરબામાં જોડાશે.
આ રાસગરબાના લાખેણા ઇનામો તરીકે શાળા કોલેજોની 700 થી વધુ દિકરીઓને કેન્સર વિરોધી રસી તેમજ મેમોગ્રાફી ટેસ્ટના વાઉચર ગ્રીવા ફાઉન્ડેશન તરફથી આપવામાં આવશે. રાસ ગરબા સાથે કેન્સર જાગૃતિ અર્થે એક નાટક પણ યોજાશે. દિકરીઓ દ્રારા 108 દેવી કવચના પાઠ કરવામાં આવશે. કલબ યુવીના હોદેદારો તથા કેન્સર કેર ફાઉન્શનના સભ્યો, કેન્સરના દર્દીઓ તેમજ કેન્સર નિષ્ણાંત તબીબો સર્વે એકમેકની હુંફ મેળવી એક મંચ પર રાસોત્સવનો આનંદ માણશે. ‘કલબ યુવી’ નવરાત્રી મહોત્સવમાં એડવાઇઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, તેમજ કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ના માર્ગદર્શન હેઠળ કમીટી મેમ્બર્સની ટીમ નવરાત્રી મહોત્સવની તૈયારીઓ ને આખરી ઓપ આપી રહી છે. હમેંશા કંઇક નવું કરવા અને પરિવર્તનને સ્વીકારવા તત્પર કલબ યુવીમાં ડીઝટલ ટેકનોલોજીના સમયમાં સમગ્ર નવરાત્રી ગ્રાઉન્ડમાં તમામ જગ્યાએ ડીજીટલ રકિન લગાવવામાં આવશે. સ્પોન્સરોની જાહેરાત બેનર કે હોડીંગ્સ ને બદલે ડીજીટલ કિન મારફતે પ્રસારીત કરવામાં આવશે. 2 લેયર કારપેટ ગ્રાઉન્ડ, પાર્કીંગ વ્યવસ્થા સહીત સંસ્કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવની ભેટ આપનાર કલબ યુવી 2024 ના વર્ષમાં નવા કલેવર, નવી ઉર્જા, નવી સજાવટ સાથે રાસોત્સવનો પ્રારંભ કરવા તત્પર 8. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં નવ નોરતા દરમ્યાન રોજે રોજ એડલ્ટ તેમજ ચિલ્ડ કેટેગરીમાં વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લા દિવસે મેગા ફાઇનલ યોજાય છે.
- Advertisement -
જેમાં વિજેતાઓને લાખેણા ઇનામો અપાય છે. કલબ યુવી નવરાત્રી મહોત્સવ-2024 માં ખલૈયાઓને પ્રોત્સાહીત કરવા મોઘેરા ઇનામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 12 એકટીવા ટુવ્હીલર તેમજ 8 આઇપેડ સહીતના ઇનામો અપાશે. આ રાસોત્સવમાં જે દિકરા દિકરીઓ મેગા રાઉન્ડમાં સિલેકટ થઈ શકયા ન હોય અને વિજેતાથી નજીકનો નંબર ધરાવાત હોય તેવા ખલૈયાઓને ઉત્સાહ વધારવા કલબ યુવી તરફથી 10 મોબાઈલ ફોન પ્રોત્સાહીત ઇનામ તરીકે આપવામાં આવશે. ગ્રાઉન્ડ સમીતીના પ્રફુલભાઈ કાથરોટીયા અને કાંતીભાઈ ઘેટીયા એ જણાવ્યુ હતુ કે નવરાત્રી મહોત્સવમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટુ ગ્રાઉન્ડ એક લાખ થી વધુ સ્કેવર ફુટના સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, મહેમાનો આમંત્રીતો માટે ખાસ ગેલેરી, સ્પોન્ટશીપ કંપની માટે 2પ થી વધુ પેવોલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આર્કષક લાઇટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં 50 ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિકસર સ્પેસ તેમજ મેઇન સ્ટેજ ફરતે રાઉન્ડ એલ.ઈ.ડી. રકિન ફોરમેટ થી સજાવટ થઈ છે. કલબ યુવીના મંદિર સમીતીના વિનુભાઈ મણવરે જણાવ્યુ હતું કે અર્વાચીન રાસોત્સવની સાથોસાથ આપણા પ્રાચીન સંસ્કારો, પ્રાચીન ગરબાઓ, માતાજીના પૂજન અર્ચન માટે કક્લબ યુવીના પ્રારંભ થી જ રાસોત્સવના ગ્રાઉન્ડ પર કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું મંદિર બનાવાય છે. જેમાં દરરોજ પૂજન આરતી બાદ જ રાસોત્સવનો પ્રારંભ કરાય છે. તા. 3 ને પ્રથમ નોરતે કલબ યુવી નવરાત્રી મહોત્સવના મેદાનમાં બનાવાયેલ આધુનીક થીમ વાળા મંદિરમાં મા ઉમિયાનું પ્રતિમાનું વાજતે-ગાજતે સ્થાપન થશે.
કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં મેઇન સ્પોન્સરોમાં બાનલેબ પરિવાર, શ્યામલ ગ્રુપ, આઈકોન ગ્રુપ, ગોલ્ડન ક્રાઉન ગ્રુપ, હાઇ બોન્ડ ગ્રુપ, એન.જે. પેન્ટર્સ, સિલ્વર સ્પોન્સર તરીકે ધ પાર્ક, ધ પ્રેસીડેન્સીયલ, શિલ્પન, યુનીટી સિમેન્ટ, ઝેન ગાર્ડન, મેઈન સ્ટેજ સ્પોન્સર સન ફલાવર્સ ગ્રુપ, એન્જલ ગ્રુપ, લીયોફલો પાઇપ્સ. જી.એમ.વાલ્વ, પેવોલીયમમાં દર્શન મિનરલ્સ, ગેલેકસી સ્ટેમ્પીંગ, વસંત બિલ્ડર્સ, ટેરાફલો પાઇપ્સ, ધ ગેઇટ વે, ગોપીનાથ મોટર્સ, ફોરચ્ર્યુન, તુલસી એગ્રો, ઈશુ ઇન્ટરનેશનલ, કેરેડીનર્સ સોલાર, ફેવરીટો, કટારીયા સ્નેકર્સ, સુમો પાઈપ, સિલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, ઝેડ ઇવેન્ટ, ગેઈટના સ્પોન્સર તરીકે મહેન્દ્ર જવેલર્સ, ફોરચ્ર્યુન ગ્રુપ, સિનર્જી હોસ્પિટલ, ફેવરીટો, આકાશ કેટરીંગ, ગેલેરીમાં મહેન્દ્ર જવેલર્સ, રેડરેન સોલાર, મીકસર એલ.ઈ.ડી.માં શિલ્પન ગ્રુપ, શ્યામલ ગ્રુપ, મીંગગો, મિસ્ટો, અલ્ટોશા, એન.જે. પેઇન્ટસ, વુડ ઓપ્શન, યુનીટી, મેઇન ડોમ ગેલેરીમાં હાર્મની ગ્રુપ, પાસમાં ઈગલ ફર્નિચર, એન્જલ પમ્પસ્, પ્રેમજી વાલજી, હિલટોન, નો સહયોગ પ્રાપ્ત થયો છે.