બ્રિટનમાં ભારતીય મૂળનાં નાણાંમંત્રી ઋષિ સુનકનાં રાજીનામાં બાદ આવેલો રાજકીય ભૂકંપ હવે 10 ડાઉનિંગ સ્ટ્રીટ સુધી પહોંચી ગયો છે. 39 મંત્રીઓ અત્યાર સુધીમાં રાજીનામાં આપી ચૂક્યા છે.
બ્રિટનમાં સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ બળવો કર્યા બાદ વડા પ્રધાન બોરિસ જોન્સન મુશ્કેલીમાં મુકાયા છે. 24 કલાકથી ઓછા સમયમાં ઓછામાં ઓછા 39 મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં, ગૃહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શૅપ્સ સહિત બે ડઝન વરિષ્ઠ મંત્રીઓ બુધવારે પીએમને મળ્યા અને તેમને રાજીનામું આપવા કહ્યું હતું.
- Advertisement -
નાણાંમંત્રી ઋષિ સુનાકના રાજીનામા સાથે થયું શરૂ
આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદ અને ભારતીય મૂળના નાણાંમંત્રી ઋષિ સુનાકના રાજીનામા સાથે શરૂ થયેલી નાસભાગ બુધવારે પણ ચાલુ રહી. નાણાકીય સેવા મંત્રી જોન ગ્લેન, સુરક્ષામંત્રી રશેલ મેકલીન, નિકાસ અને સમાનતા મંત્રી માઇક ફ્રીર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓ’બ્રાયન અને શિક્ષણ વિભાગના જુનિયર મંત્રી એલેક્સ બર્ગાર્ટ સહિત 39, જ્હોન્સન પર અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપ્યું છે.
વડા પ્રધાન જ્હોન્સન પાસે માંગ્યું રાજીનામું
વડા પ્રધાન જ્હોન્સનની કટોકટીમાં ઉમેરો કરતાં, તેમની સરકારના વરિષ્ઠ પ્રધાનો બુધવારે સાંજે વડા પ્રધાનના નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ પર ગયા અને તેમને પદ છોડવા કહ્યું હતું. સૌથી મહત્વની વાત એ હતી કે તેમના કટ્ટર સમર્થક ગણાતા ગૃહમંત્રી પ્રિતિ પટેલનો પણ આ મંત્રીઓમાં સમાવેશ થાય છે. મંત્રીઓ પર દબાણ લાવવા માટે જ્હોન્સન વ્યક્તિગત રીતે મળ્યા હતા. પરંતુ તેમના 15 થી વધુ મંત્રીઓએ આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સંભાવનાઓને સુધારવા માટે નેતૃત્વમાં પરિવર્તનનો આગ્રહ રાખ્યો હોવાનું માનવામાં આવે છે.
I have spoken to the Prime Minister to tender my resignation as Secretary of State for Health & Social Care.
- Advertisement -
It has been an enormous privilege to serve in this role, but I regret that I can no longer continue in good conscience. pic.twitter.com/d5RBFGPqXp
— Sajid Javid (@sajidjavid) July 5, 2022
PM પાર્ટીની હારનો ડર બતાવે છે
અલગ થનાર મંત્રીઓની વધતી સંખ્યા હોવા છતાં, જોહ્ન્સન પદ છોડવા તૈયાર નથી. PMનું કહેવું છે કે, તેમના રાજીનામાને કારણે ટૂંક સમયમાં ચૂંટણી યોજવી પડશે, જેમાં ટોરીને હારનો સામનો કરવો પડી શકે છે. જોકે, પક્ષની સંપર્ક સમિતિની બેઠકમાં તેમણે વહેલી ચૂંટણી કે રાજીનામાના પ્રશ્નોને ટાળ્યા હતા.
The public rightly expect government to be conducted properly, competently and seriously.
I recognise this may be my last ministerial job, but I believe these standards are worth fighting for and that is why I am resigning.
My letter to the Prime Minister below. pic.twitter.com/vZ1APB1ik1
— Rishi Sunak (@RishiSunak) July 5, 2022
ઋષિ સુનક રાજકારણમાં કોઈ પદ લેશે નહીં
નાણામંત્રી પદ સુધી પહોંચેલા ભારતીય મૂળના ઋષિ સુનકે સંકેત આપ્યા છે કે તેઓ પદ છોડ્યા બાદ રાજકારણમાં કોઈ પદ નહીં લે. તેમણે પાર્ટીના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ વ્હીપ ક્રિસ પિન્ચરનું નામ લીધા વિના મુખ્ય પદ પર તેમની નિમણૂક કરવા બદલ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પર પ્રહાર કર્યો.
નદીમ જહાવી નાણા, સ્ટીવ બાર્કલી આરોગ્ય મંત્રી
નાણામંત્રી ઋષિ સુનક સહિત બે મંત્રીઓના રાજીનામા બાદ પીએમએ બે નવા મંત્રીઓની નિમણૂક કરી છે. હવે નદીમ જાહવીને ઋષિ સુનકના સ્થાને નવા નાણામંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે સાજિદ જાવેદના સ્થાને સ્ટીવ બાર્કલીને નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.