ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
કેશોદ મુકામે રબારી સમાજના ભુવાઆતાશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. કુતિયાણા વિધાનસભાની સીટ પર આમ આદમી પાર્ટી તરફથી ચુંટણી લડનારા ભીમાભાઈ મકવાણાનો ભાજપમાં પ્રવેશ થયો છે. રબારી સમાજ ખુબ મોટા પ્રમાણમાં ભાજપ તરફે મતદાન કરશે તેવી ખાત્રી આપી હતી. જુનાગઢ જિલ્લાના કેશોદ મુકામે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ભુવા આતાઓ ભુવાઆતા જેઠાઆતા બળેજ મઢ, ભુવાઆતા અમરેશ આતા ઓળદર મઢ,ભુવાઆતા ગોવિંદઆતા લોએજ મઢ, ભુવાઆતા મેરામણઆતા ડેરી મઢ, ભુવાઆતા જીવણઆતા ચોરવાડ મઢ,ભુવાઆતા દેવાઆતા સીડોકર મઢ અને રાજય – સભાના સાંસદ અને રબારી સમાજના ભામાશા અને દ્વારકાધીશના ભક્ત એવા બાબુભાઈ દેસાઈ મકતુપુર હાજર રહ્યા હતા.
- Advertisement -
જેમાં ભગવાનભાઇ ભારાઈ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ હતું અને અરજણભાઈ મોરીએ તેમના પ્રવચનમાં રબારી સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું અને ખુબ મોટા પ્રમાણમાં મતદાન કરી અને સહકાર આપવા માટેની અપીલ કરી હતી. આ કેશોદ મીટીંગની અંદર ત્રણ લોકસભાના આગેવાનો જેમાં જામનગર લોકસભા પોરબંદર લોકસભા અને જુનાગઢ લોકસભાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.