ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
રઘુવંશી કર્મચારી મંડળ જુનાગઢ દ્વારા ગિરનાર રોડ પર આવેલ ગાર્ડન કાફે રેસ્ટોરન્ટ ખાતે જુનાગઢ જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા રઘુવંશી કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું હતું આ તકે સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં કર્મચારીઓ દ્વારા બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલ કાર્યક્રમમાં મંડળમાં જોડાયેલ નવા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વર્ષ દરમિયાન કર્મચારી મંડળના સભ્યોના પરિવારમાં થયેલ સ્વજનના નિધન માટે બે મિનિટ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ તકે મંડળના પ્રમુખ હાર્દિકભાઈ પોપટે મંડળમાં જોડાયેલ નવા સભ્યોને આવકારી કહ્યું હતું કે 2018માં આ મંડળ બનાવવામાં આવ્યું હતું તે સમયે 7 સભ્યોથી શરૂ થયેલ મંડળ આજે 80 સભ્યો સુધી પહોચ્યું છે વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ સમાજના લોકોને કોઈ પણ કામમાં મદદરૂપ થઈ શકે તેમજ કર્મચારીઓને ફરજના કોઈ પણ સ્થળે કોઈ તકલીફ હોય તો તેને મદદરૂપ થવાના આશયથી આ મંડળ બનાવેલ છે આગામી સમયમાં વધુમાં વધુ સભ્યો આ મંડળમાં જોડાય તે અને મંડળને વટવૃક્ષ સમાન બનાવવા સંકલ્પ કર્યો હતો આ તકે જૂનાગઢ નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મશરૂ, મંડળના હોદ્દેદારો કર્મચારીઓ હાજર રહ્યા હતા.
જૂનાગઢ ખાતે રઘુવંશી કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
