ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને આયોજિત કૃષિ સન્માન સમારોહમાં જૂનાગઢ જિલ્લાના 1,62,595 ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂ.32.52 કરોડથી વધુની સહાય ઉઇઝ મારફત જમા કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 51.41 લાખથી વધુ ખેડૂતોને રૂ. 1148 કરોડથી વધુની સહાય 19માં હપ્તા સ્વરૂપે ઉઇઝ મારફત સહાયનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલી સંબોધન પણ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખેડૂતોને વર્ચ્યુઅલી પ્રેરક સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઈ – લોકાર્પણ તથા ટેકાના ભાવે તુવેરની ખરીદીનો ઓનલાઇન શુભારંભ કરાવ્યો હતો.આ તકે તેમણે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને 1 થી 18 હપ્તામાં રૂ.578 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી ખેડૂતોની સતત ચિંતા કરવાની સાથે ખેડૂતો પ્રત્યે તેમની અપાર લાગણી રહેલી છે.