ગત 28 ઓગસ્ટના રોજ નદીના પાણીમાં તણાઈ જવાથી મોત નિપજ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યમાં ગત રવિવારે થયેલા ભારે વરસાદમાં ઠેર ઠેર નદીઓ અને તળાવો ઓવર ફલો થયા હતા. જેમાં અનેક જાનમાલનું નુકશાન પણ થયું છે ત્યારે આ પ્રકારે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે 28 ઓગસ્ટના રોજ નદીમાં ઓવરફ્લો થતાં પાણીમાં 65 વર્ષીય મેરાભાઈ દાનાભાઈ વીઠલપરા તણાયા હતા જે બાબતની જાણ સ્થાનિક ગ્રામજનોને થતાં જ તાત્કાલિક ફાયારની ટીમની મદદથી શોધખોળ હાથ ધરી હતી જોકે કલાકોની જહેમત બાદ આધેડની લાશ મળી આવી હતી. જેના લીધે પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આ તરફ ગામના આગેવાનો દ્વારા આધેડના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખની સહાય મંજુર કરાવી ચેક અર્પણ કરી પરિવાર પર આવેલી અણધારી અને કુદરતી આફતમાં સાત્વના પાઠવી હતી.