ચીનના હોંગઝોઉ ખાતે ચાલી રહેલી એશિયન ગેમ્સમાં આજે ભારતની દિકરીએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દિધો છે. જેમાં પાંચ હજાર મીટર રેસમાં પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ કુલ 14 ગોલ્ડ મેડલ જીત્યા છે.
એશિયન્સ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ત્યારે આજે એશિયન ગેમ્સના 10માં દિવસે ભારતે ગોલ્ડ મેેડલ જીત્યો છે. મહત્વનું છે કે, 10મા દિવસમાં દોડમાં પણ ભારતે ગોલ્ડ જીત્યો.
- Advertisement -
Proud of Parul Chaudhary for winning the Gold Medal in Women’s 5000m event.
Hers was a performance that was truly awe inspiring. May she keep soaring high and sprinting towards success. pic.twitter.com/hmgw1MqnaC
— Narendra Modi (@narendramodi) October 3, 2023
- Advertisement -
પારુલ ચૌધરીએ એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચ્યો ભારતની દીકરી પારુલ ચૌધરીએ એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચ્યો. તેમણે 5000 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પારુલ ચૌધરી ભારતની ત્રીજી ટ્રેક અને ફીલ્ડ એથલિટ બની ગઈ. તેમણે 3000 મીટર રેસમાં પણ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. એશિયન ગેમ્સમાં મહિલાઓની 5000 મીટર દોડમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ ભારતની પારુલ ચૌધરીએ મહિલાઓની 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ 14મો ગોલ્ડ મેડલ છે. એશિયન ગેમ્સમાં મહિલાઓની 5000 મીટર દોડમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. 5000 મીટર રેસમાં એક તબક્કે પારુલ હારી જવાની અણી પર હતી પરંતુ છેલ્લી 30 સેકન્ડમાં તેણે પૂરુ જોર લગાવ્યું અને ચીનની ખેલાડીને પાછળ રાખીને 5000 મીટરની દોડ પહેલા નંબરે પાસ કરી લીધી હતી. પારુલે 15 મિનિટ અને 14.75 સેકન્ડમાં આ દોડ પૂરી કરી લીધી હતી.