કારમાં દારૂની બોટલ જોઈ PI રાણા ભડક્યા, કહ્યું- ‘હમણાં ધોકો લઈશ, સડેલાં… તારા લીધે અમારી ઇમેજ ડાઉન કરવાની?’
કારમાંથી દારૂ ભરેલા બે કોથળા અને બે બેગ મળી!
જાણવા જોગ ફરિયાદ દાખલ કરી અજઈંની હેડ ક્વાર્ટર ખાતે બદલી
ખાસ-ખબર ન્યૂઝ ઊના
- Advertisement -
દારૂ પકડવાનું કામ કરતી પોલીસ હવે પકડાયેલો દારૂ પણ ચોરવા લાગી છે. વાત છે ગીર-સોમનાથ જિલ્લાની કે જ્યાં ગીર ગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો ઉના ખાતે નાશ કરવાનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી આ દારૂનો જથ્થો ટ્રેક્ટર મારફત ઊના લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મનુ કરશનભાઈ વાજાએ આ દારૂના જથ્થામાંથી બે કોથળા અને બે બેગ ભરી દારૂનો જથ્થો POLICE પ્લેટ ધરાવતી ખાનગી કારમાં છુપાવી દેવાયો હતો. જોકે આ પકડાયેલો દારૂ ચોરી કરતો પોલીસકર્મી પકડાઈ ગયો હતો. જેથી PI મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઊધડો લઈ કહ્યું કે, હમણાં ધોકો લઈશ ને, સડેલા તારા લીધે અમારી ઈમેજ ડાઉન કરવાની?’
જે અંગેની જાણ જાગૃત નાગરિકો દ્વારા ઉના Dy.SPને કરાતા ASI મનુ વાજાએ ઉનામાં ઉના સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ ખાતે દારૂનો નાશ કરાતો હતો ત્યાંથી દોટ મૂકી પોતાની ખાનગી કાર લઇ નાસી જવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારે જાગૃત નાગરિકોએ કારના દરવાજાઓ ખોલાવતા બે કોથળા અને બે બેગ જેટલો વિદેશી દારૂનો જથ્થો આ ખાનગી કારમાંથી મળી આવ્યો હતો અને બીજો દારૂનો જથ્થો આસપાસની ઝાડી-ઝાંખરાઓમાં ફેંકી દેવાયેલો હતો. આ દારૂના જથ્થા અંગે અજઈં મનુ વાજાને સ્થાનિકો દ્વારા પૂછવામાં આવતા આ દારૂનો જથ્થો સેમ્પલ હોવાનું રટણ રટ્યું હતું. આ ASI મનુ વાજાની કારમાંથી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસવડાએ આ ગીર ગઢડા પોલીસ મથકના અજઈં મનુ વાજા વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ઉના પોલીસ મથક વિસ્તારની હોવાથી ઉના ઙઈં મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઊધડો પણ લીધો હતો.