ગાંધીનગર સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં આજે આસારામને આજીવન કેદની સજા સંભળાવી છે. સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને સજા સંભળાવી છે. વર્ષ 2013માં આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ થયા હતા. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો.
- Advertisement -
કોની કોની સામે નોંધાયો હતો ગુનો?
-આસારામ ( આસારામ સિવાય અન્ય નિર્દોષ)
-ભારતી (આસારામની પુત્રી)
-લક્ષ્મીબેન (આસારામના પત્ની)
-નિર્મલાબેન લાલવાણી
-મીરાબેન કાલવાણી
-ધૃવબેન બાલાણી
-જસવંતીબેન ચૌધરી
સોમવારે કોર્ટે આપ્યો હતો દોષિતનો ચુકાદો
મહત્વનું છે કે, સુરતની મહિલાએ આસારામ વિરુદ્ધ દુષ્કર્મના આરોપ લગાવ્યા બાદ સુરતમાં 2013માં આસારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં તે કેસ ચાંદખેડા ટ્રાન્સફર થયો હતો. આ તરફ ચાંદખેડા કેસ ટ્રાન્સફર થતા ગાંધીનગરની કોર્ટમાં સોમવારે બપોરે 3 વાગ્યે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જે બાદ કોર્ટે ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો હતો અને બાકીના છ લોકો નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આશારામને આજે કોર્ટ સજા સંભળાવી છે.
આસારામ સામે કેસ શું છે?
-આસારામ વધુ એક દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર
-ગાંધીનગર કોર્ટે વધુ એક દુષ્કર્મના કેસમાં આસારામને ઠેરવ્યા દોષિત
-2013માં આસારામ સામે સુરતની એક મહિલાએ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ
-કોર્ટ દુષ્કર્મ મામલે આસારામને આજે સંભળાવી શકે છે સજા
-આ કેસમાં અન્ય 6 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
-ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને અનેક કલમો હેઠળ દોષી ઠેરવ્યા
-આસારામ પર 376(2)C, 377, 354, 342, 357 સહિત 506(2) અંતર્ગત કલમો નોંધાઈ
-આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં કરીશું પ્રયાસ-વકીલ
- Advertisement -
છેલ્લાં 9 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.